patan jilla panchayat
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શિક્ષણ અધિકારી સામે સદસ્ય દ્વારા આક્ષેપો થયા છે. બજેટની ચર્ચા પૂર્વે સભ્ય પ્રવીણભાઈએ શિક્ષણ કમિટી ચેરમેન મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં DPEO સત્તા લાલચુ હોવાથી ચેરમેન ઇચ્છતા ન હોવાનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો.

પાટણ જિલ્લા પંચાયતની બજેટ બેઠકમાં શહીદો માટે મૌન પાડયા બાદ આક્ષેપો અને સવાલો શરુ થઇ ગયા હતા.  શિક્ષણ સમિતિના ચેરમેન છેલ્લા કેટલાક સમયથી નિયુક્ત નહીં થતાં સદસ્ય પ્રવિણભાઈએ લાલ આંખ કરી હતી. સભામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના વહીવટ અને સત્તાને લઇ આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો.

પ્રાથમિક શિક્ષણ અધિકારી ચૌધરીભાઈ કમિટી ચેરમેન નિયુક્તિ ઇચ્છતા ન હોવાના આક્ષેપ પ્રવિણભાઇએ બે વાર કર્યા હતા. આ સાથે અગાઉ થયેલા બદલી કેમ્પમાં પણ ગેરરીતિની આશંકા વ્યક્તિ કરી આગામી દિવસોએ બધુ બહાર લાવવાનું એલાન કરતા સભામાં ઘડીભર સન્નાટો વ્યાપી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code