સુરત પોલીસ કમિશ્નર ભાજપના દલાલ છે ? : અલ્પેશ કથિરીયા

અટલ સમાચાર,ડેસ્ક સુરત શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં અલ્પેશ કથીરિયા અને પોલીસ તંત્ર વચ્ચે કંઇના કંઇ નાની મોટી ઘટનાઓ બનતી રહી છે. આરોપ અને પ્રત્યારો કરવાનો દોર શરૂ થઇ ગયો છે. આ મામલે એક વખત અલ્પેશ કથિરીયાની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ તેને જામીન આપી છોડી મુકાયો હતો. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી
 
સુરત પોલીસ કમિશ્નર ભાજપના દલાલ છે ? : અલ્પેશ કથિરીયા

અટલ સમાચાર,ડેસ્ક

સુરત શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં અલ્પેશ કથીરિયા અને પોલીસ તંત્ર વચ્ચે કંઇના કંઇ નાની મોટી ઘટનાઓ બનતી રહી છે. આરોપ અને પ્રત્યારો કરવાનો દોર શરૂ થઇ ગયો છે. આ મામલે એક વખત અલ્પેશ કથિરીયાની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ તેને જામીન આપી છોડી મુકાયો હતો. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને પગલે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહિતના કન્વીનરો દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.
અલ્પેશ કથીરિયાએ સુરત પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવેલી પ્રેસકોન્ફરન્સને લઇને ભારે પ્રહારો કર્યા હતા. સુરત પોલીસ કમિશ્નર ભાજપના દલાલ હોવાનો પણ પ્રશ્ન કથીરિયાએ કર્યો હતો.

ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતુ કે,પોલીસ તંત્ર દ્વારા જાણી જોઇને ઉશ્કેરાઇ જાય એવો માહોલ તૈયાર કરવામાં આવ્યો હતો. જે અધિકારી છે એની સામે કોઇ વાત કરવામાં ન આવી. પરંતુ પોલીસ કમિશ્નર દ્વારા પ્રેસકોન્ફરન્સ કરવામાં આવી અને અલ્પેશ કથીરિયાને ટાર્ગેટ કરવામાં આવ્યો એ દુઃખદ બાબત છે. એક ઉચ્ચ અધિકારી તરીકે તટસ્થ રહીને પોતાના કર્મચારીઓની તરફેણ કર્યાવગર હકીકતમાં શું બન્યુ એની તપાસ કરવી જોઇએ.