અલ્પેશની એકતાયાત્રાઃ ઠાકોર સેનાની આગ ઠારવા સાથે શક્તિ પ્રદર્શન

અટલ સમાચાર, દાંતા કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરે બરાબર લોકસભા ચૂંટણી પહેલાં એકતા યાત્રા શરુ કરી છે. ખેડૂતોના પ્રશ્નો અને બેરોજગારી મુદ્દે અલ્પેશે ઠાકોરસેનાના નેજા હેઠળ એકતાયાત્રાનું આયોજન કર્યું છે. હકીકતે એકતા યાત્રા ઠાકોર સેનામાં આગ ઠારવા સાથે શક્તિ પ્રદર્શન હોવાનુ માનવામાં આવી રહ્યું છે. અલ્પેશ ઠાકોરે અંબાજી મંદિરે પૂજા અને ધજા
 
અલ્પેશની એકતાયાત્રાઃ ઠાકોર સેનાની આગ ઠારવા સાથે શક્તિ પ્રદર્શન

અટલ સમાચાર, દાંતા

કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરે બરાબર લોકસભા ચૂંટણી પહેલાં એકતા યાત્રા શરુ કરી છે. ખેડૂતોના પ્રશ્નો અને બેરોજગારી મુદ્દે અલ્પેશે ઠાકોરસેનાના નેજા હેઠળ એકતાયાત્રાનું આયોજન કર્યું છે. હકીકતે એકતા યાત્રા ઠાકોર સેનામાં આગ ઠારવા સાથે શક્તિ પ્રદર્શન હોવાનુ માનવામાં આવી રહ્યું છે.

અલ્પેશ ઠાકોરે અંબાજી મંદિરે પૂજા અને ધજા ચઢાવીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 12 દિવસ ચાલનારી આ યાત્રાનું ગાંધીનગરમાં સમાપન થશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અલ્પેશની એકતાયાત્રા ભાજપ સાથે સાથે કોંગ્રેસ સામે પણ પોતાનું શક્તિ પ્રદર્શન છે. મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે તાજેતરમાં જ ઠાકોર સેનામાં નવા ફેરફાર કર્યાં છે. અને જેના થકી ક્યાંક-ક્યાંક વિરોધ થઈ રહ્યો છે.

ઠાકોરસેનામાં જ નારાજગી ઉભી થઈ

સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હોવાથી વિખવાદ ચાલી રહ્યો છે. જેથી અલ્પેશે મંદિરે પહોંચવામાં સમય લીધો હતો. ઠાકોર સેનામાં બે ભાગ પડી ગયા હોય તેવું જણાઈ આવ્યું છે.

બનાસકાંઠાના ઠાકોર સમાજના અનેક મોટા આગેવાનો તેમજ જિલ્લાના ઠાકોર સમાજના પૂર્વ પ્રમુખને જ આમંત્રણ અપાયું નથી. જેના કારણે ઠાકોર સમાજના અનેક આગેવાનો નારાજ થયા છે.  ઠાકોર દશરથજીએ જણાવ્યું હતું કે ઠાકોરસેનાને બેઠી કરવામાં રાત-દિવસ એક કરનારા કાર્યકરોને આમંત્રણ નહી આપી અલ્પેશે નારાજ કર્યા છે. આગામી સમયમાં ઠાકોરસેનાના કાર્યકરોનો રોષ વધુ બહાર આવે તો નવાઈ નહી.