ન ભૂતો ન ભવિષ્યતિ@ઠાકોર સેના: રાધનપુરમાં અલ્પેશનું આકર્ષણ ઘટયું ?

અટલ સમાચાર, મહેસાણા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડ્યા બાદ અલગ અલગ વિસ્તારોના ઠાકોર સમાજમાં અને સેનામાં અસરો થઇ રહી છે. નિર્ણય બાદ પ્રથમ વખત પોતાના વિધાનસભા મતવિસ્તારમાં આવેલા અલ્પેશને કડવો અનુભવ થયાનું સામે આવ્યું છે. રાધનપુરના દેવ અને કોરડા ગામે ગણતરીના આગેવાનો મળવા આવ્યા હતાં. પહેલાં જેવું આકર્ષણ ન દેખાતાં હતાશાનો સામનો કરવો પડ્યો હતો. રાધનપુરના
 
ન ભૂતો ન ભવિષ્યતિ@ઠાકોર સેના: રાધનપુરમાં અલ્પેશનું આકર્ષણ ઘટયું ?

અટલ સમાચાર, મહેસાણા

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડ્યા બાદ અલગ અલગ વિસ્તારોના ઠાકોર સમાજમાં અને સેનામાં અસરો થઇ રહી છે. નિર્ણય બાદ પ્રથમ વખત પોતાના વિધાનસભા મતવિસ્તારમાં આવેલા અલ્પેશને કડવો અનુભવ થયાનું સામે આવ્યું છે. રાધનપુરના દેવ અને કોરડા ગામે ગણતરીના આગેવાનો મળવા આવ્યા હતાં. પહેલાં જેવું આકર્ષણ ન દેખાતાં હતાશાનો સામનો કરવો પડ્યો હતો.

રાધનપુરના ધારાસભ્ય અને પૂર્વ કોંગ્રેસી અલ્પેશે ભારે ગરમાગરમી વચ્ચે શનિવારે મત વિસ્તારની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર માટે સભા થઈ હોવાની જાણ થતાં અલ્પેશે દેવ ગામે રાત્રે બેઠક કરી હતી. જ્યાં ગણતરીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેથી ચહેરાના હાવભાવ એકદમ બદલાઈ ગયા હતા.

સ્થાનિક પરિસ્થિતિ જોઈ સમર્થકોને મતદાન બાબતે પોત પોતાની સમજ મુજબ નિર્ણય લેવા કહ્યું હતું.
સુત્રોએ જણાવ્યું હતું કે, કલાકોમાં બેઠક પૂર્ણ કરી કોરડા પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચેલા અલ્પેશને વાતાવરણ બદલાઇ ગયાનું લાગ્યું હતું. આથી મિનિટોમાં રવાના થયા હોવાનું સ્થાનિક ઠાકોર આગેવાન હમીરજી ઠાકોરે જણાવ્યું હતું.