અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા વચ્ચે ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું

અટલ સમાચાર,અમદાવાદ છેલ્લાં કેટલાક સમયથી ગુજરાત કોંગ્રેસમાં વારેવારે કોઇને કોઇ વિવાદ ઉભો થતો હોય છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાં બળવાનું રણશિંગુ ફુંકે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ શકે તેવા સમાચારો વહેતા થતાં ગુજરાતમાં રાજકારણ ફરી એકવાર ગરમાઇ ગયું છે. ભાજપ નિર્મળ વહેતી ગંગા છે, કોઇ પણ જોડાઇ શકે
 
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા વચ્ચે ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું

અટલ સમાચાર,અમદાવાદ

છેલ્લાં કેટલાક સમયથી ગુજરાત કોંગ્રેસમાં વારેવારે કોઇને કોઇ વિવાદ ઉભો થતો હોય છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાં બળવાનું રણશિંગુ ફુંકે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ શકે તેવા સમાચારો વહેતા થતાં ગુજરાતમાં રાજકારણ ફરી એકવાર ગરમાઇ ગયું છે.

ભાજપ નિર્મળ વહેતી ગંગા છે, કોઇ પણ જોડાઇ શકે : નિતીન પટેલ 

અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા વચ્ચે ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું

નીતિન પટેલે કહ્યું કે, ભાજપનાં દરવાજા દરેક વ્યક્તિ માટે ખુલ્લા છે. ભાજપ એ નિર્મળ વહેતી ગંગા છે. તેમાં કોઇ પણ પણ જોડાઇ શકે છે. કોંગ્રેસનો પહેલાથી જ ઇતિહાસ રહ્યો છે કે તે ચોક્કસ લોકો અને ચોક્કસ પરિવાર સાથે જ ન્યાય કરી શકે છે અન્યો સાથે હંમેશા અન્યાય જ થાય છે. માટે જો અલ્પેશ ભાજપમાં જોડવા ઇચ્છે તો તેનું સ્વાગત છે.
અગાઉ ભાજપ દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે અલ્પેશ ઠાકોર દ્વારા તે જ નામથી અંબાજી ખાતે એકતા યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. જેનાં પગલે હવે આ એકતા યાત્રા ભાજપની વિરુદ્ધ છે કે કોંગ્રેસની વિરુદ્ધ તે તો આગામી સમય જ બતાવશે.

ઉલ્લેખનિય છે કે, અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ રહયાની ચાલતી ચર્ચાઓ વચ્ચે ર૦૧૯ની લોકસભાની ચુંટણીમાં કોના માાટે ફાયદારૂપ સાબિત થશે તે આવનાર સમય જ બતાવશે.