આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ઠાકોર સેના અને અલ્પેશ વચ્ચેની ચર્ચા વચ્ચે ભાજપ અને કોંગ્રેસને દોડધામ વધી શકે છે. બુધવારે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ઉત્તર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાક્રમમાં ભાજપને મોટી સફળતા મળી છે. આ સાથે ઠાકોર સેનાના બે ભાગ પડે તો નવાઈ નહીં.

અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જવાની આશંકા વચ્ચે પ્રથમ તબક્કે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપતા પત્રમાં વિશ્વાસઘાતનો ઉલ્લેખ કર્યો છે. ઠાકોરસેના સત્તાધીશોએ છેવટે અલ્પેશને મનાવી લીધો છે.

ઉત્તર ગુજરાતની ચાર બેઠકોમાં કોંગ્રેસનો દબદબો વધી ગયો હોવાનું ભાન ભાજપને છે. આથી આંદોલનકારી નેતા અને મોટા સમાજનું પ્રભુત્વ કરતાં અલ્પેશને નિર્ણય લેવડાવી દીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠાકોરસેનાના સત્તાધીશો અલ્પેશને વિવિધ નિર્ણયો જણાવી રહ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર ભાજપમા જોડાય કે ન જોડાય પરંતુ એક વાત નક્કી થઈ છે કે ઉત્તર ગુજરાતની મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપનો માહોલ વધી શકે છે. જેથી ચારેય લોકસભા બેઠકમાં કોંગ્રેસને ફટકાર મળી શકે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code