કોંગ્રેસમાં ઠાકોરસેનાની અવગણના થતા અલ્પેશ ઠાકોર ઉપર દબાણઃ ભાજપમાં ઝુકાવશે?

અટલ સમાચાર, મહેસાણા ઠાકોરસેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે વિધાનસભાની ચુંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ વિધાનસભામાં મોટાભાગની સીટો ઉપર ઠાકોર સેનાના દમ ઉપર પક્ષને જીત અપાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. જો કે ત્યારબાદ કોંગ્રેસ સાથે ગઠબંધનમાં જોડાયેલી ઠાકોર સેનાની કોંગ્રેસ દ્વારા સતત અવગણના કરાઇ રહી હતી. જેની વારંવાર અલ્પેશ ઠાકોરને સેના દ્વારા ફરિયાદ કરાતા દબાણ ઉભુ થયુ છે.
 
કોંગ્રેસમાં ઠાકોરસેનાની અવગણના થતા અલ્પેશ ઠાકોર ઉપર દબાણઃ ભાજપમાં ઝુકાવશે?

અટલ સમાચાર, મહેસાણા
ઠાકોરસેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે વિધાનસભાની ચુંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ વિધાનસભામાં મોટાભાગની સીટો ઉપર ઠાકોર સેનાના દમ ઉપર પક્ષને જીત અપાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. જો કે ત્યારબાદ કોંગ્રેસ સાથે ગઠબંધનમાં જોડાયેલી ઠાકોર સેનાની કોંગ્રેસ દ્વારા સતત અવગણના કરાઇ રહી હતી. જેની વારંવાર અલ્પેશ ઠાકોરને સેના દ્વારા ફરિયાદ કરાતા દબાણ ઉભુ થયુ છે. તાજેતરમાં નવરચિત જમ્બો સંગઠનમાં પણ ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોરના સમર્થકોને કોંગ્રેસ દ્વારા સાઇટ લાઇટ કરી દેવાયા હતા.

સુત્રોની વાત માનીએ તો શનિવારે અલ્પેશ ઠાકોર સાથે ગુજરાતના ઠાકોર સેનાના હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી જેમાં કોંગ્રેસમાં કરાતી અવગણનાને લઇ નારાજગી વ્યક્ત કરી અલ્પેશ ઠાકોર પર દબાણ ઉભુ કરાયુ હતું. સોમવારે અલ્પેશ ઠાકોરે પણ મીડિયા સમક્ષ સમયની રાહ જુવો તેમ કહી કોંગ્રેસ દ્વારા કરાતી અવગણનાને સમર્થન આપ્યુ હતું. જો કે બાદમાં અલ્પેશ ઠાકોરે તેમ પણ કહ્યુ હતુ કે હું કોંગ્રેસથી નારાજ નથી.

ઠાકોરસેનાની કોંગ્રેસમાં અવગણના મુખ્ય કારણ

ઠાકોરસેનાના હોદ્દેદારો દ્વારા આ અંગે અલ્પેશ ઠાકોરને વારંવાર રજૂઆતો કરાઈ રહી હતી. કોંગ્રેસના નવા સંગઠનમાં પણ અલ્પેશ અને ઠાકોરસેના અને સમર્થકોને સાઈડલાઈન કરી દેવાયા હતા. સુત્રોની વાત માનીએ તો શનિવારે ગાંધીનગરમાં ઠાકોરસેનાના હોદ્દેદારોની બેઠક બોલાવાઈ હતી. તેમાં પણ હોદ્દેદારો દ્વારા ઠાકોરસેનાની કોંગ્રેસ પક્ષમાં સતત કરાતી અવગણનાના મુદ્દે અલ્પેશ ઠાકોરને ઉગ્ર રજુઆત કરાઇ હતી. આગામી એક સપ્તાહમાં જ ઠાકોરસેના કોંગ્રેસથી અલગ થઈ જશે તેવું સૂત્રોદ્વારા દાવો કરાયો હતો. ત્યારબાદ ઠાકોરસેના દ્વારા પાટણ જિલ્લામાં યાત્રાઓ કાઢવામાં આવશે.
કઈ રીતે ભાજપમાં જોડાશે અલ્પેશ ઠાકોર
સૂત્રોની વાત માનીએ તો આગામી એક સપ્તાહમાં ઠાકોરસેના કોંગ્રેસ સાથે છેડો ફાડી દેશે. જો કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે હાલ છેડો ફાડી દેશે નહી પરંતુ ઠાકોર સેનાના નેજા હેઠળ કાર્યક્રમો અને યાત્રા કઢાશે જેમાં માહોલ ઉભો કરી અને લોક જનમત માંગવામાં આવશે અને ધીરે ધીરે માહોલમાં ભાજપ દ્વારા આમંત્રણ અપાશે અને અલ્પેશ ઠાકોરને ભાજપ પ્રવેશ કરાવવાની તૈયારીઓ થશે તેવું અનુમાન લગાવાઇ રહ્યા છે.