ગજબ: દુનિયાની સૌથી મોંઘી બેગ લૉન્ચ થઇ, કિંમત જાણી વિશ્વાસ નહી થાય

અટલ સમાચાર, ડેસ્ક હકીકતમાં, લક્ઝરી ઇટાલિયન બ્રાન્ડ બોરીની મિલાનેસીએ 6 મિલિયન યુરો (લગભગ 53 કરોડ રૂપિયા)ની કિંમતે બનાવવામાં આવેલી વિશ્વની સૌથી મોંઘી બેગ લોન્ચ કરી છે. શાઇની લુકિંગ બેગમાં, 130 કેરેટ હીરા અને 10 સફેદ ગોલ્ડ પતંગિયા લગાવવામાં આવ્યા છે. દરિયાઇ પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા બેગને બનાવવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
ગજબ: દુનિયાની સૌથી મોંઘી બેગ લૉન્ચ થઇ, કિંમત જાણી વિશ્વાસ નહી થાય

અટલ સમાચાર, ડેસ્ક

હકીકતમાં, લક્ઝરી ઇટાલિયન બ્રાન્ડ બોરીની મિલાનેસીએ 6 મિલિયન યુરો (લગભગ 53 કરોડ રૂપિયા)ની કિંમતે બનાવવામાં આવેલી વિશ્વની સૌથી મોંઘી બેગ લોન્ચ કરી છે. શાઇની લુકિંગ બેગમાં, 130 કેરેટ હીરા અને 10 સફેદ ગોલ્ડ પતંગિયા લગાવવામાં આવ્યા છે. દરિયાઇ પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા બેગને બનાવવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બોરીની મિલનેસીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેર કરેલા નિવેદનમાં લખ્યું છે કે સમુદ્રને બચાવવા અને જાગૃતિ લાવવા માટે આ બેગનું અનાવરણ કરવામાં અમને ગર્વ છે. તે 6 મિલિયન યુરોની બેગ છે. આગળ લખ્યું છે કે તેની આવકમાંથી 800 હજાર યુરો સમુદ્રની સફાઇ માટે દાન કરવામાં આવશે. આ બેગની સુંદરતા એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વીડિયો દ્વારા બતાવવામાં આવી છે. હળવા વાદળી શાઇની લુકિંગ બેગમાં સોનાના પતંગિયા પણ મૂકવામાં આવ્યા છે, જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ સિવાય આ બેગ બંધ કરવા માટે એક હૂક પણ લગાવવામાં આવ્યો છે.

ઇટાલિયન લક્ઝરી બ્રાન્ડ બોરીની મિલાનેસી બેગ બનાવતી જાણીતી બ્રાન્ડ છે. કંપનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી સુંદર બેગ બતાવવામાં આવી છે. બેગની સાથે તેમના ભાવ પણ છે. આ નવી બેગની કિંમત હાલમાં ચર્ચામાં છે.