આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા)

યાત્રાધામ અંબાજીમાં ભરાયેલા ભાદરવી પૂનમના મેળા બાદ અંબાજી સહીત આસપાસના માર્ગો પર આવેલા પદયાત્રીઓ દ્વારા ઠે ઠેકાણે કચરો ગંદકી ફેલાવી હતી. પણ મેળા બાદ પાલનપુર મહેસાણા અને વડગામની કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓજે એબીવીપી અને એનએસએસના યુવક યુવતીઓ દ્વારા એક સ્વછતા અભિયાનને લઈ સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. જેને પ્રાંત અધીકારીએ દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરુઆત કરાવી હતી.

આ સફાઈ ઝુંબેશ અંબાજી શહેર સહીત દાંતા-હડાદ અને ગબ્બર વિસ્તારના 20 કીલોમીટરની ત્રિજ્યામાં ઝુંબેશ હાથ ધરી રસ્તા માં પડેલા પ્લાસ્ટિક કાગળ અને અન્ય કચરાને વીણીને એકત્રિત કરાયો હતો. ને રાજ્ય અને ભારત સરકારના સ્વછતા અભિયાન તથા પ્લાસ્ટીક પ્રતિબંધને વેગ આપવાનો પ્રયાસ કરાયો હતો. આ સફાઈ ઝુંબેશમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પણ સહભાગી બની કોલેજના તમામ યુવક યુવતીઓને વાહન દ્વારા લાવા લઈ જવાની, જમવાની તથા સફાઈના સાધનોની વ્યવસ્થા કરી હતી.

જોકે આ કોલેજીયનો દ્વારા સ્વછતા અભિયાનને લઈ હાથ ધરાયેલી સફાઈ ઝુંબેશ રોગચાળો ન ફેલાય અને સાથે પર્યાવરણનું રક્ષણ થાય તે માટેનું હતું. અને યાત્રિકોને પણ આ સ્ટુડન્ટો એ અપીલ કરી છે કે, અમે જે સફાઈ ઝુંબેશ કરી સ્વછતા અંભિયાન હાથ ધર્યો છે ત્યાં કોઈ યાત્રીક હવે કચરો ન નાખી કચરો કચરપેટીમાં નાખી સ્વછતામાં જોડવાનો પ્રયાસ કરે તે જરૂરી છે.

18 Sep 2020, 10:04 AM (GMT)

COVID-19 Global Stats

30,375,397 Total Cases
950,988 Death Cases
22,060,016 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code