આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા)

છેલ્લા 26 વર્ષ થી સમગ્ર વિશ્વભરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ઉજવાતાં વિશ્વ આદીવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દાંતા અને અમીરગઢ તાલુકા કક્ષાના વિશ્વ આદીવાસી દિવસની ઉજવણી અંબાજી ખાતે કરવામાં આવી છે. જેને રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોર તથા બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલએ દિપપ્રગટાવીને ખુલ્લુ મુક્યુ હતુ.

આ પ્રસંગે ગુજરાત ઔધોગીક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિહ રાજપુત સહીત દાંતા તાલુકા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આદીવાસી લોકો ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે આદીવાસી વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃર્તીક કાર્યક્રમો પણ યોજાયા હતા. આ વિસ્તારની આદીવાસી શૈક્ષણીક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ઉચ્ચ ટકાવારી લાવનારને પ્રમાણપત્ર અર્પણ કરાયાં હતા.

drda inside meter add

આ કાર્યક્રમમાં આદીવાસી આવાસ યોજના, કુવરબાઈનુ મામેરુ, વન અધીકાર અધીનીયમ જમીનના હક્કો, સહીત પ્રગતિશીલ ખેડૂત અને પ્રગતીશીલ પશુપાલકને તેમના મળવા પાત્ર હક્કો પણ એનાયત કરાયા હતા. ખાસ કરીને વિસ્તારનાં આદીવાસી લોકોમાં ચડોતરા જેવી બદીને ડામવાં અને વ્યસન મુક્ત બનવા આગ્રહ કરાયો હતો. જોકે વરસાદ ચાલુ હોવાથી લોકોને મંડપમા પણ છત્રીને સહારો લેવો પડ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code