આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અંબાજી (અંકુર ત્રિવેદી)

રાજયભરમાં અકસ્માતોની વણથંભી વણજાર જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં બે અકસ્માત સર્જાયા છે. ગુરૂવારે મોડી રાત્રે બનાસકાંઠાનાં દાંતીવાડાનાં મોટી મહુડી પાસે લક્ઝરી બસ પલટી મારી ગઇ હતી. જેમાં 35 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. શુક્રવારે બપોરના સમયે દાંતા-અંબાજી રોડ પર એસ.ટી. બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતા બે યુવકોના મોત નિપજયા છે.

અંબાજી થી ચાણસ્મા જતી ચાણસ્મા ડેપોની બસ નં. G.J.18.Z.1365 ની બસને દાંતા નજીક અકસ્માત નડયો છે. બસ અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બંને બાઇકસવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયુ છે. ઘટનાને લઇ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પી.એમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code