અંબાજીઃ કોરોના યોદ્ધાઓનુ પુષ્પવર્ષાથી સન્માન કરવામાં આવ્યુ

અટલ સમાચાર, અંબાજી કોરોના વાયરસની મહામારીના કારણે આખો દેશ લોકડાઉન કરવામાં આવ્યો છે. અને આવા કોરોના વાયરસના કહેર વચ્ચે સફાઈ કર્મચારી, ડોક્ટર સ્ટાફ વગેરે પોતાનો જીવ જોખમમા મૂકી અને પોતાની ફરજ બજાવે છે જે ખરા અર્થમાં કોરોના યોદ્ધા છે. યાત્રાધામ અંબાજીમા જ્યારથી લોકડાઉન થયુ ત્યારથી આજ દિન સુધી સફાઈ કર્મચારીઓ પોતાનો જીવ જોખમમા મૂકી અને
 
અંબાજીઃ કોરોના યોદ્ધાઓનુ પુષ્પવર્ષાથી સન્માન કરવામાં આવ્યુ

અટલ સમાચાર, અંબાજી

કોરોના વાયરસની મહામારીના કારણે આખો દેશ લોકડાઉન કરવામાં આવ્યો છે. અને આવા કોરોના વાયરસના કહેર વચ્ચે સફાઈ કર્મચારી, ડોક્ટર સ્ટાફ વગેરે પોતાનો જીવ જોખમમા મૂકી અને પોતાની ફરજ બજાવે છે જે ખરા અર્થમાં કોરોના યોદ્ધા છે. યાત્રાધામ અંબાજીમા જ્યારથી લોકડાઉન થયુ ત્યારથી આજ દિન સુધી સફાઈ કર્મચારીઓ પોતાનો જીવ જોખમમા મૂકી અને દિવસ-રાત યાત્રાધામ અંબાજીને સાફ રાખ્યુ છે. અને ડોક્ટરોએ પણ પોતાના જાનની અને પરિવારની ચિંતા કર્યા વગર લોકોનો ઈલાજ કર્યો છે. અને લોકો ની સાથે સહભાગી બન્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોકડાઉન દરમ્યાન પોતાની ફરજ ખુબ જ ઈમાનદારી પૂર્વક નિભાવી છે. તેમની આ સેવાઓને બિરદાવવા યાત્રાધામ અંબાજીમા સમસ્ત હોટલ અને રેસ્ટોરેન્ટ એસોસીયેશન અને ગ્રામ વાસીઓ તરફથી સફાઈકર્મીઓ અને ડોક્ટરોનુ પુષ્પ વર્ષા કરી સન્માન કરવામાં આવ્યુ હતુ. અને આ સાથે યાત્રાધામ અંબાજીના આગેવાનો અને હોટલ એસોસીયેશનના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌએ સફાઈ કર્મીઓનો અને ડોક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા. અને આભાર વ્યકત કર્યો હતો.