અંબાજીની કૈલાશ ટેકરી સામે આવેલાં કચરાનાં ડમ્પીગ સ્ટેશનમાં વારંવાર આગ લાગવાથી ભેદભરમ

અટલ સમાચાર, મહેસાણા કચરાનાં ડંમ્પીગ સ્ટેશનમાં ફરી એકવાર સોમવારે આગ લાગી યાત્રાધામ અંબાજીમાં ગત 7 ડીસેમ્બરે મોડી સાંજે કૈલાશ ટેકરી સામે આવેલાં કચરાનાં ડંમ્પીગ સ્ટેશનમાં ફરી આગ ભડકતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અગાઉ પણ આ સ્થળે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં સાત જેટલાં આસપાસનાં રહીશોને ગુંગળામણ થતાં સારવાર અર્થે ખસેડાયાં હતા. જોકે આ
 
અંબાજીની કૈલાશ ટેકરી સામે આવેલાં કચરાનાં ડમ્પીગ સ્ટેશનમાં વારંવાર આગ લાગવાથી ભેદભરમ

અટલ સમાચાર, મહેસાણા

કચરાનાં ડંમ્પીગ સ્ટેશનમાં ફરી એકવાર સોમવારે આગ લાગી

યાત્રાધામ અંબાજીમાં ગત 7 ડીસેમ્બરે મોડી સાંજે કૈલાશ ટેકરી સામે આવેલાં કચરાનાં ડંમ્પીગ સ્ટેશનમાં ફરી આગ ભડકતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અગાઉ પણ આ સ્થળે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં સાત જેટલાં આસપાસનાં રહીશોને ગુંગળામણ થતાં સારવાર અર્થે ખસેડાયાં હતા. જોકે આ વખતે કોઈ જાનહાનિ થઇ નથી પરંતુ વારંવાર આગ લાગતાં અનેક ભેદભરમ ઉભા થયા છે.

બનાસકાંઠા જિલ્લાના માંઅંંબાના ધામ નજીકના કચરા સ્ટેશનમાં આગના બનાવો બંધ થતાં નથી. ફરી એકવાર ૭ ડીસેમ્બરે આગ લાગતાં મંદિર ટ્રસ્ટનું ફાયરફાઇટર તાકીદે ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવાનાં પ્રયત્નો હાથ ધર્યા હતા. આગ કાબુમાં આવતાં ગુંગળામણની કોઇ ઘટના બની નથી. જોકે વારંવાર આ સ્થળ ઉપર કોણ આગ લગાડે છે તે એક તપાસનો વિષય બન્યો છે. ફાયરમેન સગરાભાઈ પરમારનાં જણાવ્યા અનુસાર આ સ્થળે અગાઉ પાંચ વખત આગ લાગવાની ઘટના બની ગઈ છે.