અંબાજી: ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે સુકી નદીઓ વહેતી થઇ
અટલ સમાચાર,અંબાજી(રિતિક સરગરા) ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે અંબાજી ને અડીને આવેલ રાજસ્થાનના સુરપગલા ને સિયાવામાં અનેક નદીઓ વહેતી થઈ છે. વરસાદને પગલે સુસુપ્ત પડેલી નદીઓમાં નવા નીર આવતા પુનહ જીવંત બની છે. નદીઓ માં ચાલતા ખડખડ વહેતા પાણીને જોતા આકર્ષિત સૌંદર્ય પણ ખીલ્યું છે. જેને લઇ ગ્રામજનો સહિત પર્યટકોમાં આનંદ છવાઇ ગયો છે. વરસાદને
Jul 8, 2019, 14:20 IST

અટલ સમાચાર,અંબાજી(રિતિક સરગરા)
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે અંબાજી ને અડીને આવેલ રાજસ્થાનના સુરપગલા ને સિયાવામાં અનેક નદીઓ વહેતી થઈ છે. વરસાદને પગલે સુસુપ્ત પડેલી નદીઓમાં નવા નીર આવતા પુનહ જીવંત બની છે. નદીઓ માં ચાલતા ખડખડ વહેતા પાણીને જોતા આકર્ષિત સૌંદર્ય પણ ખીલ્યું છે. જેને લઇ ગ્રામજનો સહિત પર્યટકોમાં આનંદ છવાઇ ગયો છે.
વરસાદને પગલે અંતરિયાળ વિસ્તારમાં જવાના રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે. એટલુ જ નહી અંબાજી-આબુ માર્ગ ઉપર વરસાદના પગલે અનેક સ્થળે પાણીના ઝરણા વહેતા હોવાતી પ્રવાસીઓ પણ પ્રકૃતિનો આનંદ માણતા નજરે પડ્યા હતા.