આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અંબાજી

રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે એક પછી એક જગ્યાએ આગ લાગવાના બનાવો બની રહ્યા છે. શુક્રવારે બનાસકાંઠાના અંબાજીના ત્રિશુળિયા ઘાટ નજીકના જંગલમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. વધુ આગ ન પ્રસરી તેની તકેદારી રાખવા માટે વનવિભાગને જાણ કરી દેવામાં આવી છે. હાલ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા છે, અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના અંબાજીના જંગલમાં શુક્રવારે ભયાનક આગ ફાટી નીકળી હતી. આ આગની ઘટના ગરમીના કારણે લાગી હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. વીતેલા સમયમાં ગુજરાત-રાજસ્થાન બોર્ડના રાજસ્થાન સ્થિત પહાડી વિસ્તાર માઉન્ટ આબુના સાતઘુમ પાસેના જંગલોમાં આગ લાગી છે. જેની જાણ વનવિભાગ અને ફાયર ફાઈટરોની ટીમને કરાતા ત્યાંના તમામ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તથા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. માઉન્ટ આબુમાં લાગેલી આગથી બે કિલોમીટર જેટલો વિસ્તાર ગ્રસ્ત થયો છે જેમાં મોટા પાયે વૃક્ષો બળીને ખાખ થયા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code