અંબાજી ગબ્બરની અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શનઃ જુઓ વિડીયો

અટલ સમાચાર, અંબાજી પૂનમના પવિત્ર દિવસે અંબાજીથી બે કિલોમીટર દૂર આવેલા પવિત્ર ગબ્બર પર સવારે આરતીના સમયે અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન થયા હતા. આ દ્રશ્ય જોઈ ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા. વીડિયોમાં જોવામાં આવતી જ્યોતમાં સાક્ષાત વાઘનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તેમાં બે આંખ, કાન, મોઢુ સાથે હુબહુ માતાજીના વાહનસ્વરૃપ વાઘનું દ્રશ્ય
 
અંબાજી ગબ્બરની અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શનઃ જુઓ વિડીયો

અટલ સમાચાર, અંબાજી

પૂનમના પવિત્ર દિવસે અંબાજીથી બે કિલોમીટર દૂર આવેલા પવિત્ર ગબ્બર પર સવારે આરતીના સમયે અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન થયા હતા. આ દ્રશ્ય જોઈ ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા. વીડિયોમાં જોવામાં આવતી જ્યોતમાં સાક્ષાત વાઘનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તેમાં બે આંખ, કાન, મોઢુ સાથે હુબહુ માતાજીના વાહનસ્વરૃપ વાઘનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

ભારતના 52 શક્તિપીઠમાંથી અંબાજી પણ એક શક્તિપીઠ છે. પૂનમે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાત લઈને આરતી-પ્રાર્થના કરતાં હોય છે. અષાઢી બીજના સમયે તો માતાજીના દર્શને લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. હાલમાં મળતી માહિતી અનુસાર શનિવારે એટલે કે પૂનમના દિવસે અંબાજીમાતાના ગબ્બર પર મોટો ચમત્કાર થયો હતો. આ દ્રશ્ય જોઈ શ્રધ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યાનો અનુભવ કર્યો હતો. વાયરલ વિડીયો જેમ-જેમ ભક્તો સુધી પહોંચી રહ્યો છે તેમ શ્રધ્ધાળુઓની અતુટ શ્રદ્ધા જગતદેવીના દર્શન કરવા તલપાપડ બન્યા છે.