અંબાજીઃ ગ્રામજનોની સુખાકારી અને સ્વાસ્થ્યના રક્ષણ માટે પંચાયતમાં હવન યોજાયો

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) અંબાજી ગ્રામ પંચાયત ખાતે આજે અંબાજી કોરોના મુક્ત બને અને ગામલોકોની સુખાકારી માટે હવનનું આયોજન કરાયું હતું. અંબાજીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને તાજેતરમાં કોરોનાથી કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે. ગ્રામ પંચાયતના 2 કર્મચારીઓનું પણ કોરોનાથી મૃત્યુ થયું છે. અને અન્ય એક કર્મચારીનું અપમૃત્યુ થવા પામ્યું છે. તેથીદુઃખદ
 
અંબાજીઃ ગ્રામજનોની સુખાકારી અને સ્વાસ્થ્યના રક્ષણ માટે પંચાયતમાં હવન યોજાયો

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)

અંબાજી ગ્રામ પંચાયત ખાતે આજે અંબાજી કોરોના મુક્ત બને અને ગામલોકોની સુખાકારી માટે હવનનું આયોજન કરાયું હતું.  અંબાજીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને તાજેતરમાં કોરોનાથી કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે. ગ્રામ પંચાયતના 2 કર્મચારીઓનું પણ કોરોનાથી મૃત્યુ થયું છે. અને અન્ય એક કર્મચારીનું અપમૃત્યુ થવા પામ્યું છે. તેથીદુઃખદ નિધન પામેલા અંબાજી ગ્રામ પંચાયતના કર્મચારીઓની આત્માને શાંતિ મળે અને અંબાજી ગામના સુખાકારી માટે અંબાજી ગ્રામ પંચાયત ખાતે આજે બપોરના સુમારે યજ્ઞનું આયોજન કરાયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અંબાજી ગ્રામજનોની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે ગ્રામ પંચાયતના સેક્રેટરી જે. ડી.રાવલના યજમાની પદે આ હવન કરાયો હતો. હવનમાં મૃત આત્માઓની શાંતિ મળે તે માટે પણ પ્રાથના કરાઈ હતી.  હવન પૂર્ણાહુતિ બાદમાં અંબાની આરતી કરાઇ અને પ્રસાદ વિતરણ કરાયું હતું.

અંબાજીઃ ગ્રામજનોની સુખાકારી અને સ્વાસ્થ્યના રક્ષણ માટે પંચાયતમાં હવન યોજાયો
જાહેરાત