અંબાજી: બહારથી આવેલા 12 લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા

અટલ સમાચાર, અંબાજી કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે અંબાજીમાં બહારથી આવેલા લોકોને તાત્કાલિક અસરથી હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. બહારથી આવેલા લોકોને મોડી રાત્રે સુધી અંબાજી ગ્રામ પંચાયતના સેનેટરી ઇન્સ્પેક્ટર, તલાટી અને આરોગ્ય ટીમ દ્રારા તમામને પોતાના ઘરે હોમ કોરોન્ટાઇ કરવામાં આવ્યા હતા. આ સાથે તમામને ૧૪ દિવસ સુધી ઘરની બહાર નહિ નિકળવા સુચના આપી
 
અંબાજી: બહારથી આવેલા 12 લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા

અટલ સમાચાર, અંબાજી

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે અંબાજીમાં બહારથી આવેલા લોકોને તાત્કાલિક અસરથી હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. બહારથી આવેલા લોકોને મોડી રાત્રે સુધી અંબાજી ગ્રામ પંચાયતના સેનેટરી ઇન્સ્પેક્ટર, તલાટી અને આરોગ્ય ટીમ દ્રારા તમામને પોતાના ઘરે હોમ કોરોન્ટાઇ કરવામાં આવ્યા હતા. આ સાથે તમામને ૧૪ દિવસ સુધી ઘરની બહાર નહિ નિકળવા સુચના આપી દીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજીમાં કોરોનાને લઇ આરોગ્ય તંત્ર સજાગ હોવાનું સામે આવ્યુ છે. આરોગ્ય તંત્ર દ્રારા બહારથી આવેલા તમામ લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. અંબાજી ગ્રામ પંચાયતના સેનેટરી ઇન્સ્પેક્ટર અભિષેક ચારણ, તલાટી કમલેશભાઈ અને અંબાજીની આરોગ્ય ટીમ દ્વારા આ તમામને પોતાના ઘરે હોમ કોરોન્ટાઈન કરાયા હતા. આ સાથે શરદી, તાવ, ખાંસી જેવી કોઈપણ બીમારી લાગે તો તાત્કાલિક આરોગ્ય ટીમને જાણ કરવા જણાવાયુ છે. તેમજ ઘરની બહાર નોટિસ મારી અને મોડી રાત્રી સુધી અંબાજીના ૧૨ જેટલા લોકોને હોમ કોરોન્ટાઈન કરાયા હતાં.

અંબાજી: બહારથી આવેલા 12 લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા

સમગ્ર મામલે સેક્રેટરી જે.ડી રાવલે જણાવ્યું હતું કે, હાલ સુધી અંબાજી બહારથી આવેલા લોકોને હોમ કોરોન્ટાઈન કરેલ છે. પરંતુ જો હવે પછી અંબાજી બહારથી હોટસ્પોટ વિસ્તારમાંથી જેમ કે સુરત અને અમદાવાદથી જો કોઈ અંબાજીમાં આવે તો તેમને સીધા ઘરે ના લઈ જવા અને અંબાજી ખાતેનાં સેલ્ટર હોમમાં લઈ જવા સુચન કરાયુ છે.