આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા)

મૂળ જયપુરના અને ગુજરાતના સુરતમાં પરણેલા શ્વેતા મહેતા મોદી મિસિસ ઈન્ડિયા 2019માં બન્યા બાદ, બુધવારે સાંજે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરવા પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા હતા. શ્વેતાએ પરિવાર સાથે  મંદિરમાં માં અંબાના દર્શન કર્યા હતા.

અને પોતાને મળેલો મિસિસ ઇન્ડિયાનો તાજ માં અંબાના ચરણોમાં મુક્યો હતો. મંદિરના પૂજારીએ માતાજીની ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. શ્વેતાએ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને રક્ષા પોટલી બંધાવી હતી. અંબાજી ની મુલાકાત બાબતે શ્વેતા મહેતા મોદીએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે મિસિસ ઈન્ડિયા બન્યા ત્યારે અંબાજી આવવાની બાધા રાખી હતી અને આજે તે બાધા પૂરી કરવા અંબાજી આવ્યા છે.

શ્વેતાએ જણાવ્યું હતું કે તે દેશની પુત્રીઓ માટે કંઈક કરવા માંગે છે. તેઓ બેટી ફાઉન્ડેશનના હાલ એમ્બેસેડર છે. મિસિસ ઈન્ડિયા બાદ મોટા ભાગે દરેક ફિલ્મમાં કે મોડલ તરીકે કારકિર્દી આગળ ધપાવે છે તમે પણ આ કારકિર્દી પસંદ કરશો તેવા સવાલ પર શ્વેતાએ જણાવ્યું હતું કે પોતાને સારો રોલ મળશે તો ચોક્કસ ફિલ્મોમાં કામ કરશે પણ તેઓ પોતાનું કલ્ચર છોડશે નહીં.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code