આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા)

અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પુનમનાં મેળાને માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળાને લઇ યાત્રીકોની સુખસુવિધા માટે કરાયેલી તૈયારીઓની એક બેઠક શુક્રવારે બનાસકાંઠા જીલ્લા કલેકટર સંદિપ સાંગલેનાં અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ મેળામાં તમામ સુવિધાઓથી સજ્જ કરાયેલી હકીકતોને પ્રજા સુધી પહોંચાડવાં જીલ્લા કલેકટર દ્વારા અંબાજી ખાતે પત્રકારોને સંબોદન કરવામાં આવ્યુ હતુ.

અંબાજીના મેળામાં આવનારા 25 થી 30 લાખ જેટલાં શ્રદ્ધાળુંઓ માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓથી પત્રકારો ને વાકેફ કરાયાં હતા. તેમાં ખાસ કરીને યાત્રીકોને અપાતી સુવિધામાં પાણી, આરોગ્યની સુવિધા સહીત અંબાજી નગરની સ્વચ્છતાને વિશેષ ધ્યાને લેવામાં આવી છે. કલેકટરે જણાવ્યુ હતુ કે, આ મેળામાં ખાસ કરીને આવનાર શ્રદ્ધાળું ને કોઇ જ પ્રકારની તકલીફ ન પડે અને શાંતીથી દર્શન થાય એ વધુ મહત્વનું છે. આ મેળો પ્લાસ્ટીક મુક્ત મેળો, વ્યસન મુક્ત મેળોની થીમ ઉપર યોજાઇ રહ્યો છે. જ્યારે જીલ્લા પોલીસ વડાએ અંબાજી ખાતે ભરાનાર મેળા ગોઠવાયાલી સુરક્ષા વ્યવસ્થા અંગે જાણકારી આપી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code