અંબાજી: દાંતામાં જીવના જોખમે અવર જવર કરતા મુસાફરો

અટલ સમાચાર,વડગામ અંબાજી દાંતા પંથકમાં શટલીયા મારતી ખાનગી જીપોના ચાલકો ટ્રાફીકના નિયમોની ઐસી તૈસી કરીને ઠસોઠસ મુસાફરોને બેસાડીને નિર્ભયપણે બેફામ દોડી રહ્યા છે. છતાં પણ જેની જવાબદારી છે તે પોલીસ જ હપ્તાઓના હડમાલામાં સબસલામત હોવાના દાવા કરી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે. દાંતા-અંબાજી પંથકમાં ખાનગી વાહનોના ચાલકો બેફામ બન્યા છે. ખુલ્લે આમ ખાનગી શટલીયા
 
અંબાજી: દાંતામાં જીવના જોખમે અવર જવર કરતા મુસાફરો

અટલ સમાચાર,વડગામ

અંબાજી દાંતા પંથકમાં શટલીયા મારતી ખાનગી જીપોના ચાલકો ટ્રાફીકના નિયમોની ઐસી તૈસી કરીને ઠસોઠસ મુસાફરોને બેસાડીને નિર્ભયપણે બેફામ દોડી રહ્યા છે. છતાં પણ જેની જવાબદારી છે તે પોલીસ જ હપ્તાઓના હડમાલામાં સબસલામત હોવાના દાવા કરી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે.

દાંતા-અંબાજી પંથકમાં ખાનગી વાહનોના ચાલકો બેફામ બન્યા છે. ખુલ્લે આમ ખાનગી શટલીયા મારતી જીપોમાં ઠસોઠસ મુસાફરોને બેસાડ્યા બાદ જીપની ઉપર તેમજ બહાર તોરણની જેમ મુસાફરોને લટકાવીને બેફામ રોડો ઉપર દીનદહાડે દોડતા રહ્યા છે. છતા પણ પોલીસ આવા જીપના ચાલકો સામે લાચાર બની રહી હોવાનું મુસાફરો જણાવી રહયા છે. જો આ જીપોનો અકસ્માત સર્જાય તો નિર્દોશ લોકોને જીવ ગુમાવવા પડે છે. અનેક વખત અંબાજી દાંતા રોડ ઉપર ગમ્ખ્વાર અકસ્માતો સર્જાયા છે. અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. છતાં પોલીસ સબસલામતિના ગુણગાન ગાતુ રહ્યુ છે.

કેટલાક જીપના ચાલકો વાણી વિલાસ સાથે બેફામ બોલી રહ્યા છે કે,દાંતા પોલીસની સાથે જિલ્લા પોલીસ તેમજ ઉપર સુધી દર મહીને જીપોના હપ્તા આપીએ છીએ એટલે પોલીસ અમારુ કંઇ બગાડી શકે તેમ નથી. અંબાજી થી આબુરોડ ચાલતી ટેક્સી વાહન ચાલકો આરટીઓના ટેકસ પણ ભરતા નથી અને કેટલાક એવા ચાલકો પાસે ટેક્સી લાયસન્સ અને ગાડીઓના કાગળ પણ નથી. છતા માત્ર દર મહિને હપ્તા આપીને સરકારને દર મહિને હજારો રૂપિયાનો ચુનો લગાવી રહ્યા છે. છતાંય ઉપરના અધિકારઓનુ મૌન વ્રતથી લોકોમાં અનેક શંકાકુશંકાઓ વહીવટી તંત્ર સામે થઇ રહી છે.

કેટલાક જાગૃત લોકો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાંય અંબાજી પોલીસ અને અંબાજી આર.ટી.ઓ કાંઇજ કાર્યવાહી કરતી નથી. દાંતાથી હડાદ સુધી વાહન ચાલકો મોતની સવારી કરાવતા રહ્યા છે છતા પોલીસ અજાણ છે.