અંબાજી: ફાની તોફાનના કારણે વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે વરસાદ

અટલ સમાચાર,અંબાજી ઓડીશામાં ભારે તબાહી મચાવનાર ફાની તોફાનની અસર છેક ગુજરાતમાં વર્તાઇ રહી છે. શનિવારે બનાસકાંઠાના અંબાજીમાં ફાની તોફાનના કારણે વાતાવરણ પલટાતા અંબાજીમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. ઉનાળાની આકરી ગરમીમાં શેકાયા બાદ અંબાજીવાસીઓને આજે વરસાદથી રાહત મળી છે. અંબાજીમાં શનિવારે ફાની તોફાનના કારણે વાતાવરણ પલટાતા ભારે ગાજવીજ સાથે વરસાદ તુટી પડતા લોકોને ગરમીથી
 
અંબાજી: ફાની તોફાનના કારણે વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે વરસાદ

અટલ સમાચાર,અંબાજી

ઓડીશામાં ભારે તબાહી મચાવનાર ફાની તોફાનની અસર છેક ગુજરાતમાં વર્તાઇ રહી છે. શનિવારે બનાસકાંઠાના અંબાજીમાં ફાની તોફાનના કારણે વાતાવરણ પલટાતા અંબાજીમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.

ઉનાળાની આકરી ગરમીમાં શેકાયા બાદ અંબાજીવાસીઓને આજે વરસાદથી રાહત મળી છે. અંબાજીમાં શનિવારે ફાની તોફાનના કારણે વાતાવરણ પલટાતા ભારે ગાજવીજ સાથે વરસાદ તુટી પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. તો વળી જગત નો તાત ચિંતામાં મુકાયો છે.