અંબાજી: વરસાદની ધમાકેદાર એન્ટ્રી, બજારોમાં પાણી ભરાતાં વાહનો ફસાયા

અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા) અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી ગરમીનો ભારે બફારો લોકોને સહન કરવો પડી રહ્યો હતો. આજે બપોર બાદ એકાએક ભારે ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા લોકોએ ગરમીમાં આંશિક રાહત અનુભવી છે. આજે પડેલા ભારે વરસાદના પગલે મંદિર ચાચરચોકમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. બજારોના માર્ગો પણ પાણીમાં ગરકાવ થયા હતા
 
અંબાજી: વરસાદની ધમાકેદાર એન્ટ્રી, બજારોમાં પાણી ભરાતાં વાહનો ફસાયા

અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા)

અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી ગરમીનો ભારે બફારો લોકોને સહન કરવો પડી રહ્યો હતો. આજે બપોર બાદ એકાએક ભારે ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા લોકોએ ગરમીમાં આંશિક રાહત અનુભવી છે.

અંબાજી: વરસાદની ધમાકેદાર એન્ટ્રી, બજારોમાં પાણી ભરાતાં વાહનો ફસાયા

આજે પડેલા ભારે વરસાદના પગલે મંદિર ચાચરચોકમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. બજારોના માર્ગો પણ પાણીમાં ગરકાવ થયા હતા હતા વરસાદના કારણે કેટલીક દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા.

અંબાજી: વરસાદની ધમાકેદાર એન્ટ્રી, બજારોમાં પાણી ભરાતાં વાહનો ફસાયા

બનાસકાંઠા જીલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં એક તરફ ભાદરવી પૂનમની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ આજે પડેલા ભારે વરસાદના પગલે વેપાર ઉપર પણ અસર થઈ શકે છે. આજે ભારે વરસાદ પડશે તેવી આગાહીના સંદર્ભે વેપારીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે.

અંબાજી: વરસાદની ધમાકેદાર એન્ટ્રી, બજારોમાં પાણી ભરાતાં વાહનો ફસાયા

જો આ જ રીતે ભારે વરસાદ આવશે તો મેળામાં વેપારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાઈવે માર્ગ ઉપર પણ ભારે પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ગરકાવ થતા વાહનો બંધ પડયા હતા અને લોકો પણ ધક્કા મારી વાહનો ને ખેંચી જવાનો પ્રયાસ કરતા હતા.

અંબાજી: વરસાદની ધમાકેદાર એન્ટ્રી, બજારોમાં પાણી ભરાતાં વાહનો ફસાયા