આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,અંબાજી

મોડે-મોડે પણ ખાણખનીજ વિભાગ એકશનમાં આવતા ચોરી પકડાઇ

બનાસકાંઠા ખાણખનીજ ઘ્વારા તાજેતરમાં ખનીજચોરી રોકવા દોડધામ શરૂ થઇ હોવાનું સામે આવ્યું છે.ખાણ-ખનીજ વિભાગ ઘ્વારા ગતરાત્રિએ અંબાજી ખાતેથી રોયલ્ટી પાસ-પરમીટ વગર માર્બલની ગેરકાયદેસર રીતે ચોરી કરનાર તત્વોની અટકાયત કરી છે. છેલ્લા ઘણા સમયથી ડુંગરીયાળ વિસ્તારમાંથી ખાણમાફીયાઓ ઘ્વારા ગેરકાયદેસર રીતે ખનીજચોરી કરતા હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી.

આ સંદર્ભે ખાણ-ખનીજ ઘ્વારા તપાસ કરતા ખનીજચોરી કરતા પાંચ ડમ્પર પકડી પાડી અંબાજી પોલીસ સ્ટેશનને જમા કરાવ્યા હતા. આ સિવાય પણ વહેલી સવારની કામગીરીમાં ખાણખનીજે બીજા બે ડમ્પરો પાલનપુર કચેરી ખાતે સીઝ કર્યા હતા. આ સમગ્ર ખનીજ ચોરીના કેસમાં કુલ ર કરોડ રૂપિયા સુધીનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code