આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અંબાજી (રિતિક સરગરા)

રિસાયેલા મેઘરાજાને મનાવવા માટે અંબાજીમાં ધંધો-રોજગાર બંધ રાખી પ્રાર્થના કરવા મટે ઉજાણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે આજે અંબાજીમાં તમામ દુકાનદારો, સ્કૂલોમાં સ્વંયભૂ બંધ પાળવામાં આવ્યો છે. જેને પગલે આજે અંબાજીમાં તમામ દુકાનદારો, સ્કૂલોમાં સ્વંયભૂ બંધ પાળવામાં આવ્યો છે.

ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. પરંતુ નોંધપાત્ર વરસાદ ન થતા અનેક લોકો અકળાયા છે. ગરમી હજી પણ બપોરના સમયે લોકોને દઝાડી રહી છે, તો બીજી તરફ સમયસર વાવણી કર્યા બાદ ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે રિસાયેલા મેઘરાજાને મનાવવા માટે અંબાજીના રહેવાસીઓ દ્વારા અનોખો પ્રયાસ શરૂ કરાયો છે.

add bjp

શાળા-કોલેજોએ પણ સ્વયંભૂ બંધ

આ પ્રયાસમાં અંબાજી નગરજનો દ્વારા તમામ ધંધા-રોજગાર બંધ કરીને ઉજાણી કરવાનું આયોજન કરાયું છે. આ વિશે અંબાજી ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ સરપંચ કલ્પના પટેલ દ્વારા અંબાજીની તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ લેખિતમાં રજા જાહેર કરવા અંગે માહિતગાર કરાયા હતા. ત્યારે આજે ગુરુવારના રોજ સ્વંયભૂ બંધ પાળવામાં આવ્યો છે. આજે અંબાજીમાં ઠેરઠેર મેઘરાજાને મનાવવાના પ્રયાસો કરવામાં આવશે.

દર્શનાર્થે આવતા યાત્રાળુંઓ ભૂખ્યા ન રહે તેનું આગોતરૂ આયોજન

અંબાજી યાત્રાધામ હોવાથી અહી રોજ હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે ઉજાણીમાં શ્રદ્ધાળુઓને કોઈ અવગડ ન પડે તેનુ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ ભૂખ્યા ન રહે તે માટે ભોજનાલય સંચાલકો દ્વારા અંબાજી અને ગબ્બર ખાતે રસોઈમાં વધારો કરી જરૂર પડ્યે રસોડા ચાલુ રાખવાનું આયોજન કરાયું છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code