એક વર્ષ પછી અંબાજીમાં ભકતો માટે ગબ્બર પર સ્કાય વોકની સુવિધા ઉભી થશે

અટલ સમાચાર,ગાંધીનગર વાયબ્રન્ટ સમિટ ર૦૧૯માં પ્રવાસન નિગમ દ્વારા અંબાજી ગબ્બરમાં સ્કાય વોક માટેના એમઓયુ કરી દેવાયા છે. એમઓયુ અંતર્ગત સ્કાય વોકનું કામ એક વર્ષમાં પુરુ કરવાની જોગવાઇ પણ થઇ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. ગબ્બર ઉપર બનનારો આ સ્કાય વોક-કાચનો પુલ ભારતનો પ્રથમ હશે. સ્કાય વોકથી ગુજરાતના પ્રવાસીઓ અને ભકતો માટે માં અંબાનું ધામ અંબાજી વધુ
 
એક વર્ષ પછી અંબાજીમાં ભકતો માટે ગબ્બર પર સ્કાય વોકની સુવિધા ઉભી થશે

અટલ સમાચાર,ગાંધીનગર

વાયબ્રન્ટ સમિટ ર૦૧૯માં પ્રવાસન નિગમ દ્વારા અંબાજી ગબ્બરમાં સ્કાય વોક માટેના એમઓયુ કરી દેવાયા છે. એમઓયુ અંતર્ગત સ્કાય વોકનું કામ એક વર્ષમાં પુરુ કરવાની જોગવાઇ પણ થઇ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. ગબ્બર ઉપર બનનારો આ સ્કાય વોક-કાચનો પુલ ભારતનો પ્રથમ હશે.
સ્કાય વોકથી ગુજરાતના પ્રવાસીઓ અને ભકતો માટે માં અંબાનું ધામ અંબાજી વધુ આકર્ષણ ઉભુ કરશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રથમ વખત વિવિધ યાત્રાધામમાં કેટલીક સુવિધાઓ ઉભી કરવા માટે અલગ-અલગ એમઓયુ ઉપર આગળ વધી રહયુ છે. જેના ભાગરુપે અંબાજી ઉપર પારદર્શક કાચ ઉપર ચાલી શકાય અને નીચે જોઇ શકાય તેવો સ્કાય વોક બનાવવા એમઓયુ કરાયા છે.
દેશની મુખ્ય શકિતપીઠમાં એક ગણાતા અંબાજી ખાતે દર્શન માટે ભાદરવી પૂનમ, નવરાત્રિ અને અન્ય તહેવારો સહિત વર્ષભર લાખો દર્શનાર્થીઓ દોડી આવતા હોય છે. અંબાજી મંદિરના દર્શન કરીને ડુંગર ઉપર ગબ્બરની મુલાકાત પણ લેતા હોય છે. ગબ્બરના પહાડ ઉપર બહારની બાજુએ એક સાઇડથી બીજી સાઇડ સુધી મજબૂત કાચ ઉપર ચાલીને જઇ શકાય અને બીજી તરફ પહાડીઓ-ખીણ નિહાળી શકે તે રીતે આઉટડોર સ્કાય વોક’ બનાવવામાં આવશે.