અંબાજીઃ પ્લાસ્ટીકમુક્ત બનાવવાના સપના ક્યારે પુરા થશે? લાખોના ખર્ચા કચરામાં

અટલ સમાચાર, અંબાજી (રીતિક સરગરા) બનાસકાંઠામાં આવેલ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને કલેક્ટર પ્લાસ્ટિકમુક્ત કરી સ્વચ્છ બનાવવા માંગે છે. જે માટે અંબાજીને સાફ સફાઈ માટે વર્ષે લાખો રૂપિયાના ટેન્ડર પાસ થાય છે. જોકે, પંચાયતથી લઈ તંત્રની આળશથી અંબાજીની સ્થિતિ સુધરતી જ નથી. પંચાયતઘરની પાછળ 100 ફૂટના અંતરે કચરાનો અડ્ડો જોઈ કલેક્ટર અને યાત્રાળુઓની લાગણી દુભાય તેવી
 
અંબાજીઃ પ્લાસ્ટીકમુક્ત બનાવવાના સપના ક્યારે પુરા થશે? લાખોના ખર્ચા કચરામાં

અટલ સમાચાર, અંબાજી (રીતિક સરગરા)

બનાસકાંઠામાં આવેલ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને કલેક્ટર પ્લાસ્ટિકમુક્ત કરી સ્વચ્છ બનાવવા માંગે છે. જે માટે અંબાજીને સાફ સફાઈ માટે વર્ષે લાખો રૂપિયાના ટેન્ડર પાસ થાય છે. જોકે, પંચાયતથી લઈ તંત્રની આળશથી અંબાજીની સ્થિતિ સુધરતી જ નથી. પંચાયતઘરની પાછળ 100 ફૂટના અંતરે કચરાનો અડ્ડો જોઈ કલેક્ટર અને યાત્રાળુઓની લાગણી દુભાય તેવી તસ્વીર જોવા મળી રહી છે.

દાંતા તાલુકામાં આવેલ અંબાજીની પંચાયત પાછળના ભાગમાં અઢળક કચરો પડેલ જોવા મળે છે. કચરાના કારણે રોગચાળો, પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. રહીશોને અહીંથી નીકળતા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સ્થાનીકોની વારંવારની રજૂઆત પથ્થર ઉપર પાણીની જેમ ધોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, નજીકમાં જ અંબાજીનો ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. જેમાં લાખો યાત્રાળુઓની જનમેદનીથી અંબાજીધામ ઉભરાઈ જવાનું છે. 15 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરી પ્લાસ્ટીકના પ્રદૂષણને દૂર કરવાનો સંદેશો આપ્યો હતો. વડાપ્રધાનના આ સંદેશને અંબાજીનું વહીવટી તંત્રએ ધ્યાને લીધું હોય તેમ જણાતું નથી. આથી જ્યાં જુઓ ત્યાં અંબાજીમાં પ્લાસ્ટિકના ઢગ જોવા મળી રહ્યા છે. સ્વચ્છતાની વાતો અત્યારસુધી તો અભરાઇએ મુકાઇ હોય તેમ દેખાઈ આવે છે.

આ બાબતે વોર્ડના એક સભ્યએ પંચાયતને વારંવાર રજુઆત કરી ધ્યાન દોર્યું હતું. પરંતુ પંચાયતમાં બેઠેલા જવાબદાર અધીકારીઓ ગંદકીને પ્રોત્સાહન આપી રહ્યા હોય તેમ કચરાના કાયમી નિકાલ કરાયો નથી.

તાલુકા આરોગ્ય અધિકારીએ પંચાયત ઉપર ઢોળી દીધું

આ બાબતે દાંતા તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા.નવિન ચૌહાણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારા ધ્યાને આવે એટલે પંચાયતને તાકીદ કરીએ છીએ. ત્યારબાદ પંચાયતે કામગીરી કરવાની હોય છે. સ્વચ્છતા રૂટીંગ કામ છે, જે માટે જિલ્લા કક્ષાએથી જવાબદારો ઠોંસ કાર્યવાહી કરે તો પંચાયત ઉપર દબાણ આવી શકે.

પ્રતિદિન કચરો ઉપાડી લેવાય છેઃ સરપંચ

પંચાયત કચેરી પાછળ કચરા બાબતે સરપંચ કલ્પનાબેને જણાવ્યું હતું કે, રોજે-રોજ કચરો ઉપાડી લેવામાં આવે છે. જ્યાં કચરો પડ્યો છે ત્યાં ડમ્પીંગ સાઈટ છે. અને સ્વચ્છતા અંગે ધ્યાન રાખી ગંદકી થવા દેતા નથી.