આંબલિયાસણઃ શૌચાલયની કુંડીઓ ઉભરાતા રેલવે કોલોનીમાં બિમારીની એન્ટ્રી

અટલ સમાચાર, આંબલિયાસણ (કિશોર ગુપ્તા) મહેસાણા તાલુકામાં આવેલ આંબલિયાસણ રેલવે કોલોનીમાં નવીન બનાવાયેલ કુંડીઓ એક માસમાં ઉભરાવવા લાગી છે. આથી કોલોનીના જાહેર રસ્તા પર દુર્ગંધયુક્ત પાણી ફરી વળ્યું છે. જેને લઈ કોલોનીમાં રહેતા કર્મચારીઓને બિમારીનો ભય સતાવી રહ્યો છે. આંબલીયાસણ રેલવે સ્ટેશન કોલોનીમાં શૌચાલયની કુંડીઓનું ગંદવાળ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. જે જાહેર માર્ગ તેમજ
 
આંબલિયાસણઃ શૌચાલયની કુંડીઓ ઉભરાતા રેલવે કોલોનીમાં બિમારીની એન્ટ્રી

અટલ સમાચાર, આંબલિયાસણ (કિશોર ગુપ્તા)

મહેસાણા તાલુકામાં આવેલ આંબલિયાસણ રેલવે કોલોનીમાં નવીન બનાવાયેલ કુંડીઓ એક માસમાં ઉભરાવવા લાગી છે. આથી કોલોનીના જાહેર રસ્તા પર દુર્ગંધયુક્ત પાણી ફરી વળ્યું છે. જેને લઈ કોલોનીમાં રહેતા કર્મચારીઓને બિમારીનો ભય સતાવી રહ્યો છે.

આંબલીયાસણ રેલવે સ્ટેશન કોલોનીમાં શૌચાલયની કુંડીઓનું ગંદવાળ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. જે જાહેર માર્ગ તેમજ રેલવે કોલોનીમાં ભરાતા રોગચાળો કોલોનીમાં પગપેસારો કરી શકે તેવો ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જાણવા મળ્યા અનુસાર રેલ્વે ડિપાર્ટમેન્ટ તરફથી આ કુંડીઓ એકાદ મહિના પહેલાં જ બનાવવામાં આવી છે. 30 દિવસના અંતરાલમાં શૌચાલયનું પાણી કોલોનીના જાહેર રસ્તા ઉપર ફેલાઈ ચુક્યું છે. આવી પરિસ્થિતિમાં અહીં વસવાટ કરતા રેલવેના કર્મચારીઓ સહિતના લોકોમાં બિમારીમાં સપડાઈ જવાનો અંદેશો સતાવી રહ્યો છે.

Video:

સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે સત્તાધિકારીઓની આંધળી નજરથી વિસ્તારના કેટલાક લોકોના ઘરમાં બિમારીએ ઘૂસપેઠ કરી હોવાથી હોસ્પિટલના દરવાજા દેખાડ્યા છે. જો વહેલી તકે આ સમસ્યા ઉપર આરોગ્ય વિભાગ અને રેલવે વિભાગ ધ્યાન નહી આપે તો બિમારીની સમસ્યા ગંભીર બની શકે છે.

લાગતા-વળગતાનું ધ્યાન દોર્યું છેઃ સ્ટેશન માસ્તર

આ બાબતે સ્ટેશન માસ્તર શર્મા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે લાગતા વળગતા ડીપાર્ટમેન્ટને વોટ્સએપ દ્વારા જાણ કરી દીધી છે. જેઓએ અમારી અરજી જોઈ લીધી છે. જ્યારે ગામલોકો અમારા વિસ્તારમાં કચરો નાખી રહ્યા હોવાથી લાઈનો ચોકઅપ થઈ ગઈ છે. જેના લીધે કુંડીઓ ઉભરાવવાની સમસ્યા બની છે. જોકે, સરપંચને આ બાબતે રજૂઆત કરવા ગયા હતા પરંતુ તેઓ હાજર મળી આવ્યા ન હતા.