અમેરિકાએ પાકિસ્તાન પાસે માંગ્યો જવાબઃએફ-16 લડાકુ વિમાનનો ભારત સામે ઉપયોગ કેમ કર્યો ?

અટલ સમાચાર, ડેસ્ક ભારત વિરુદ્ધ એફ -16નો ઉપયોગ કરીને પાકિસ્તાનને ભારે પડ્યું છે. જગત જમાદાર અમેરિકાએ પાકિસ્તાનને પૂછ્યું કે, તમે ભારત વિરુદ્ધ એફ -16 ફાઇટર જેટનો ઉપયોગ શા માટે કર્યો. યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાકિસ્તાન તરફથી સમગ્ર અહેવાલ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા પી.ઓ.કે. દ્વારા બળેલા જેટને એફ-16 એન્જિન દેખાયું હતું. પરંતું ભારતીય હવાઇ
 
અમેરિકાએ પાકિસ્તાન પાસે માંગ્યો જવાબઃએફ-16 લડાકુ વિમાનનો ભારત સામે ઉપયોગ કેમ કર્યો ?

અટલ સમાચાર, ડેસ્ક

ભારત વિરુદ્ધ એફ -16નો ઉપયોગ કરીને પાકિસ્તાનને ભારે પડ્યું છે. જગત જમાદાર અમેરિકાએ પાકિસ્તાનને પૂછ્યું કે, તમે ભારત વિરુદ્ધ એફ -16 ફાઇટર જેટનો ઉપયોગ શા માટે કર્યો. યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાકિસ્તાન તરફથી સમગ્ર અહેવાલ માંગ્યો છે.

અમેરિકાએ પાકિસ્તાન પાસે માંગ્યો જવાબઃએફ-16 લડાકુ વિમાનનો ભારત સામે ઉપયોગ કેમ કર્યો ?
file photo

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા પી.ઓ.કે. દ્વારા બળેલા જેટને એફ-16 એન્જિન દેખાયું હતું. પરંતું ભારતીય હવાઇ દળે પ્રેસ કોન્ફરન્સમાં સાબીત કર્યું છે કે, એફ-16નો મિસાઈલનો એક ભાગનો ટુકડો પણ જે સબુત તરીકે બતાવ્યો છે. આ મિસાઈલ પાકિસ્તાન પાસે રહેલા વિમાનનો પૈકી માત્ર એફ-16 દ્વારા ઉપયોગ થાય છે. અને તેના થી ભારત પર હુમલો કરાયો છે.

અમેરિકાએ પાકિસ્તાન પાસે માંગ્યો જવાબઃએફ-16 લડાકુ વિમાનનો ભારત સામે ઉપયોગ કેમ કર્યો ?
file photo

અમેરિકાએ પાકિસ્તાન તરફથી જવાબો માંગ્યા છે કે, અમેરિકાએ કડક શરતો સાથે એફ-16 વિમાન પાકિસ્તાનને આપેલા છે. એફ-16 ફાઇટર જેટનો ઉપયોગ પાકિસ્તાન ફક્ત આતંકવાદ વિરુદ્ધ કરી શકશે અને તેના બચાવ માટે કરવા આપેલ છે. કોઇપણ દેશ વિરુદ્ધ આ એફ-16 ફાઇટર જેટનો ઉપયોગ કરવો નહીં. પાકિસ્તાન પોતાના દેશના બચાવ માટે ફક્ત આ એફ-16 વિમાનનો ઉપયોગ કરવાની શરત અનુસાર આપેલ તેવી અમેરિકાએ કડક શરતો મૂકીને આ ફાઇટર જેટ પાકિસ્તાનને આપવામાં આવ્યા હતા.

અમેરિકાના દબાણ પછી, પાકિસ્તાનએ ભારતમાં એફ -16 નો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓએ એફ -16 ના ઉપયોગ પ્રેસ કોન્ફરન્સ દ્વારા પુરાવા રજૂ કર્યા છે. હાલમાં, અમેરિકન અધિકારીઓ ભારતે આપેલા પુરાવા ચકાસી રહ્યા છે.