અમીરગઢ: ડ્રાયવરની હત્યા કરી કારની લૂંટ કરનારને ફિલ્મી ઢબે પકડ્યો

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) અમીરગઢ પી.એસ.આઇ સી.પી.ચૌધરીને માહિતી મળેલ કે પુના શહેરમાં કારની લૂંટ વીથ મર્ડર કરી આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી રહેલ છે, જે હકીકત અન્વયે પ્રદીપ સેજુળ સાહેબ પોલીસ અધિક્ષક તથા ઋષિકેશ ઉપાધ્યાય નાયબ પોલીસ અધિક્ષક ડીસાએ ગુજરાતમાંથી રાજસ્થાન જતા બોર્ડરના રસ્તાઓ ઉપર સખત નાકાબંધી કરી ઉપરોક્ત આરોપીઓ ભાગીના જાય તેની તકેદારી રાખવા
 
અમીરગઢ: ડ્રાયવરની હત્યા કરી કારની લૂંટ કરનારને ફિલ્મી ઢબે પકડ્યો

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

અમીરગઢ પી.એસ.આઇ સી.પી.ચૌધરીને માહિતી મળેલ કે પુના શહેરમાં કારની લૂંટ વીથ મર્ડર કરી આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી રહેલ છે, જે હકીકત અન્વયે પ્રદીપ સેજુળ સાહેબ પોલીસ અધિક્ષક તથા ઋષિકેશ ઉપાધ્યાય નાયબ પોલીસ અધિક્ષક ડીસાએ ગુજરાતમાંથી રાજસ્થાન જતા બોર્ડરના રસ્તાઓ ઉપર સખત નાકાબંધી કરી ઉપરોક્ત આરોપીઓ ભાગીના જાય તેની તકેદારી રાખવા સૂચના કરી હતી.

અમીરગઢ પોલીસના સી.પી. ચૌધરી પોસઇ, અમીરગઢ તથા સ્ટાફના અમરા ભાઈ, પ્રવીણભાઈ, બળવંતસિંહ, મનજીભાઈ, જયરાજસિંહ, હસમુખદાન, દીપકભાઈ વિગેરે માણસોની અલગ અલગ ટિમો બનાવી ઉપરોક્ત કારની વોચમાં હતા. દરમ્યાન પાલનપુર તરફથી ઉપરોક્ત કાર આવતા અમીરગઢ પોલિસની અલગ અલગ ટીમોએ અમીરગઢ બોર્ડર ઉપર નાકાબંધી કરી કાર નં.MH.12.QG.8987ના ચાલકને કાર સાથે પકડી લીધેલ જે આરોપીની પૂછપરછમાં તથા પુના પોલીસ પાસેથી મળેલ માહિતી અન્વયે આરોપીઓ ઓન લાઇન બુકીંગ કરી કાર ભાડે લઈ જવાનું નક્કી કરી ભાડાની કારના ડ્રાયવર સુનિલ રઘુનાથ શાત્રી રહે. પુનાવાળાને ગળું દબાવી મારી નાખી ફેંકી દઇ કારની લૂંટ કરી કાર લઈ રાજસ્થાન ભાગતા હતા.

જેથી પોલીસે એક આરોપી તપીશકુમાર પુખરાજ જાટ રહે.ભગતની કોઠી, જોધપુર વાળાને ઝડપી લીધેલ. જેના અનુસંધાને પુનાના કોડવા પો.સ્ટે.ના પી.આઈ. ચેતન મોરે તેમની ટિમ સાથે અમીરગઢ આવી ઉપરોક્ત આરોપીનો કબ્જો સંભાળી લીધેલ છે. આમ અમીરગઢ પોલીસની સતર્કતાના કારણે એક નિર્દોષ વ્યકિતની હત્યા કરી નાસી જતા આરોપીને ઝડપી લઈ ઉમદા કાર્યવાહી કરી અનડિટેક ગુનો શોધી કાઢેલ છે. સદર ગુનામાં રાજુ ડોલી નામની રાજસ્થાનના જોધપુરની ગેંગ સંડોવાયેલ હોવાનું પ્રાથમિક તબબકે જણાય આવેલ છે.