આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,પાલનપુર (રામજી રાયગોર)

બનાસકાંઠામાં જીલ્લા પોલીસ વડા તથા નાયબ પોલીસ અધિક્ષકે જીલ્લાના બોર્ડર પોલીસ સ્ટેશનના વિસ્તારોમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા સખ્ત અમલવારી કરવા સૂચના આપી હતી. જે સુચના અનવ્યે સી.પી.ચૌધરી(PSI) તથા અમીરગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે દ્રારા છેલ્લા સાત દિવસમાં અમીરગઢ ઢોલિયા, ડાભેલા જેવા ગામોમાં રેઇડ કરી દેશી દારૂ લી.20 તથા દારૂ ગાળવાનો વોશ લી.180 મળી કુલ રૂ.1120નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અમીરગઢ પોલીસ દ્રારા બોર્ડર ઉપરથી નશાકારક પીણું પીધેલ કુલ 14 ઈસમોને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ છે.

વધુમાં અમીરગઢ PSI તથા પોલીસ સ્ટાફ દ્રારા વિદેશી દારૂના કુલ. 05 કેસો શોધી કાઢયા હતા. જેમાં દારૂ તથા બિયર બોટલ નંગ.1405 કિ .2,41,800 તથા ચાર વાહનો કિ. 8,60,000 મળી કુલ રૂ. 11,02,920નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

ઉપરોક્ત ગુનાઓ પૈકીના વિદેશી દારૂના ગુનાઓમાં સુજારામ લાડુરામ રબારી રહે.માવલ તા. આબુરોડ, ઉદારામ ભૂરારામ જાત રહે.દુદુ તા.ગુડામાલણી, બાકારામ ચુનારામ જાટ રહે. ધનાઉ તા. ચોહટન (રાજસ્થાન)ની ધરપકડ કરી રિમાન્ડ મેળવી બીજા આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code