અમીરગઢઃ મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની 15 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે

અટલ સમાચાર, પાલનપુર મામલતદાર અમીરગઢની કચેરી દ્વારા જણાવાયું છે કે, અમીરગઢ તાલુકાના ડુંગરપુરા-૨ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંચાલકની ફરજો બજાવવા સરકારે નિયત કરેલ ઉચ્ચક માનદ વેતનથી ખંડસમય માટે તદ્દન હંગામી ધોરણે નિયુક્તિ કરવાની થાય છે. જે માટે જાહેરાતમાં જણાવ્યા પ્રમાણેની લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
અમીરગઢઃ મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની 15 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે

અટલ સમાચાર, પાલનપુર

મામલતદાર અમીરગઢની કચેરી દ્વારા જણાવાયું છે કે, અમીરગઢ તાલુકાના ડુંગરપુરા-૨ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંચાલકની ફરજો બજાવવા સરકારે નિયત કરેલ ઉચ્ચક માનદ વેતનથી ખંડસમય માટે તદ્દન હંગામી ધોરણે નિયુક્તિ કરવાની થાય છે. જે માટે જાહેરાતમાં જણાવ્યા પ્રમાણેની લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ અંગેના અરજી ફોર્મ અમીરગઢ કચેરીએથી ચાલુ કામકાજના દિવસો દરમિયાન મળી શકશે. સંચાલક તરીકે ઉમેદવારે નિયત કરેલ નમૂનામાં અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથેની અરજી તા.૧૫/૦૨/૨૦૨૦ સુધીમાં મામલતદાર કચેરી અમીરગઢ ખાતે સ્વીકારવામાં આવશે. વ્યવસ્થાપક માટે નિયત કરેલ નમૂના સિવાયની અરજી અને મુદત બહાર આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આ અંગેની વધુ માહિતી માટે અમીરગઢ મામલતદારની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે.