આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો એક પશુપાલક પરિવારના વાડામાંથી 82 બકરાની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પશુપાલકે લેખિત ફરિયાદ કરતાં અમીરગઢ પોલીસે બકરા ચોરની શોધખોળ હાથ ધરી છે બનાસકાંઠાના અમીરગઢમાં બકરા ચોરીની ઘટના સામે આવી છે. જેમાં અમીરગઢ ખાતે રહેતા રબારી જોરાજી પશુપાલનનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા હતા.

અમીરગઢમાં ગત મોડી રાત્રે પશુપાલક તેમની માલિકીના 150 બકરા વાડામાં રાખી પોતાના પરિવાર સાથે મકાનમાં સુઇ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સો રાત્રિના સમયે તેમના વાડામાંથી 82 બકરાઓ ની ચોરી કરી ગયા હતા. વહેલી સવારે આ બનાવ અંગેની જાણ થતાં જ જોરાજી રબારીએ તાત્કાલિક અમીરગઢ પોલીસને જાણ કરી હતી અને લેખિત ફરિયાદ કરતા અમીરગઢ પોલીસે અજાણ્યા બકરા ચોર ની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code