આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અમીરગઢ

અમીરગઢ તાલુકાના કરઝા ગામમાં આવેલ અનુપમ પ્રથમિક શાળાના 66માં સ્થાપના દિનની ઉજવણી મહૉસ્તવનું આયોજન કરવામા આવેલ હતું .આ શાળા તારીખ 16/02/1954ના રોજ સ્થાપવામાં આવેલ હતી અને તારીખ 16/02/2019ના રોજ આ શાળા ને 65વર્ષ પૂર્ણ થયા છે . 66મા વર્ષમાં મંગળ પ્રવેશ મેળવી શાળા વિવિધ કૌશલ્યોમાં નિપુર્ણ વિદ્યાર્થીઓ ભેંટ આપી સન્માનીત કર્યા હતા.

શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિધ્યાર્થીઓ, સરકારી તેમજ ખાનગી નોકરી કરતા લોકો અને ગામના આગેવાનો સહિત આવેલ મહેમાનોનું સ્વાગત કરવામા આવ્યું હતું. મહંત સંતોષપૂરી બાપુના વરદહસ્તે નવીન બનાવેલ પાણીની ટાંકી, કોમ્પ્યુટર લેબ અને પુસ્તકોની પરબ નામની લાઇબ્રેરીનું રિબિન કાપી વિધ્યાર્થીઓ માટે ખુલ્લું મુકવામા આવેલ હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સંતોષપૂરી મહારાજ મહંત કરજા, લક્ષ્મીબેન કારણ, (ચેરમેન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ) તથા રણજીતસિંહ ડાભી (અમીરગઢ તાલુકા પ્રમુખ), લોકગાયક પ્રકાશભાઇ બારોટ, જીવ લક્ષ્મી ફાઉન્ડેશન પ્રમુખ કિન્નરીબેન પટેલ, અમીરગઢ યુવા ભાજપ પ્રમુખ રામલાલ મીણા, હરેશભાઈ ચૌધરી, સદભાવના ગ્રુપ પાલનપુર આર.જે.ડાભી તાલુકા પ્રથમિક શિક્ષણ અધિકારી અમીરગઢ, રાજેશસિંહ.એચ.ચૌહણ, પદાધિકારીઓ તેમજ ગ્રામજનો હાજર રહી કાર્યકમમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

આ પ્રસંગે કિન્નરીબેન પટેલ દ્રારા શાળા માં બે કોમ્પુટર નું દાન આપવામા આવેલ હતું . તેમજ હરેશભાઈ ચૌધરી જ઼િલ્લા યુવા ભાજપ દ્રારા શાળામા અભ્યાસ કરતી કન્યાઓના બેંકમા સુકન્યા નામના બેંક ખતા ખોલી પ્રથમ 250નો હપ્તો જિલા યુવા ભાજપની ટીમ આપશે તેવું પણ જણાવેલ હતું . આ રૂપિયા જ્યારે છોકરી 21 વર્ષની થશે ત્યારે તેના લગ્ન વખતે આ મૂડી કામ આવે તે હેતુ થઈ આ ભગીરથ કાર્ય કરવાનું વચન આપેલ છે. કરઝા અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય કમલેશભાઇ દરજી તથા તેમનો સ્ટાફ સફળ બનાવવા મહેનત કરી હતી.

01 Oct 2020, 9:53 AM (GMT)

COVID-19 Global Stats

34,403,979 Total Cases
1,022,581 Death Cases
25,591,260 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code