આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

સુપર સાઇક્લોન અમ્ફાન ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વિનાશ વેર્યા બાદ ગુરુવારે નબળું પડી ગયું. બંગાળમાં  અમ્ફાનથી 80 લોકોનાં મોત થયા અને બે જિલ્લામાં ભારે નુકસાન પહોંચ્યું છે. ઓડિશામાં પણ ભારે નુકસાનના અહેવાલ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં અમ્ફાન પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યા બાદ પ્રારંભિક રીતે 1000 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ આ દુઃખના સમયમાં પશ્ચિમ બંગાળની સાથે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મમતા બેનર્જીએ ટ્વિટ કર્યું કે, રાષ્ટ્રપતિએ મારી પાસેથી ફોન પર અમ્ફાનમાં થયેલા નુકસાનની જાણકારી મેળવી. આ સંકટમાં તેમન સહયોગ માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું. સુપર સાઇક્લોને લગભગ 200 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે કાંઠાઓ પર આક્રમણ કર્યું અને તેનો વ્યાપ લગભગ 600 કિલોમીટર વિસ્તાર શતો. તેની પહોંચ 15 કિલોમીટરની ઊંચાઈ સુધી હતી. બુધવાર બપોરે આ વાવાઝોડું બંગાળ અને ઓડિશાના કાંઠે ટકરાય તેની ઝડપ 160 કિ.મી. પ્રતિ કલાકની થઈ ગઈ તી.

કોલકાતાના ઉત્તર પૂર્વ સુંદરવન તરફથી વાવાઝોડાએ પ્રવેશ કર્યો અને રાજ્યના લગભગ 15 જિલ્લામાં વિનાશના દૃશ્યો સર્જાયા. બંગાળમાં અત્યાર સુધી 72 લોકોનાં મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. જેમાંથી 15 લોકોનાં મોત કોલકાતામાં થયા છે. જોકે તમામ જિલ્લાઓથી રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી. તેના કારણે સ્કૂલો, કોમ્યુનિટિ કેન્દ્રો અને અન્ય સરકારી મકાનોને સામુદાયિક કેન્દ્રોમાં ફેરવી દેવામાં આવ્યા. સાગર દ્વીપ, સુંદરવન અને કાકદ્વીપન ઉપકેન્દ્રોમાં કેટલાક ગામોને સમગ્રપણે ખાલી કરાવવા પડ્યા.

26 May 2020, 2:53 AM (GMT)

COVID-19 Global Stats

5,588,356 Total Cases
347,873 Death Cases
2,365,719 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code