આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

દૂધ ઉત્પાદન ક્ષેત્રે એશિયામાં નામના ધરાવતું અમૂલ ફેડરેશન આગામી વર્ષોમાં બનાસકાંઠા અને હિંમતનગર ખાતે બે નવા પ્લાન્ટ નાખશે. મળતી માહિતી પ્રમાણે આગામી બે વર્ષમાં અમૂલ ફેડરેશન ઉત્પાદન વધારવા માટે દેશભરમાં રૂ. 1200 કરોડનું રોકાણ કરશે.

Kiritbhai

મંગળવારે GCMMF(Gujarat Co-operative Milk Marketing Federation Ltd)ની મળેલી સામાન્ય સભામાં ચેરમેન રામસિંહ પરમારે અને મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ આ માહિતી આપી હતી. GCMMFના વહીવટકર્તાઓના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા અને હિંમતનગર ખાતે નવા પ્લાન્ટની સાથે સાથે વિસ્તૃતિકરણની પણ ફેડરેશનની યોજના છે. દેશભરમાં દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન વધારવા માટે આ વિસ્તૃતિકરણનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે જીસીએમએમએફના ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીમાં GCMMFના ટર્નઓવરમાં 13 ટકાનો વધારો થયો છે. આ વર્ષે GCMMFનું ટર્નઓવર 33,150 કરોડે પહોંચ્યું છે. આગામી વર્ષોમાં આ ટર્નઓવર 50 હજાર કરોડ સુધી પહોંચવાની શક્યતા ડિરેક્ટર સોઢીએ વ્યક્ત કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code