આનંદ@જોટાણા: સેનામાંથી નિવૃત્ત જવાનનું ગામમાં દબદબાભેર સ્વાગત

અટલ સમાચાર, જોટાણા (મહેશ ઠાકોર) જોટાણા તાલુકાના ગામે આર્મીમાં નિવૃત્ત થનાર જવાનનું રંગેચંગે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગામના નિવૃત્ત જવાન ગોપાળજી પ્રહલાજી ઠાકોરે 17 વર્ષ દેશની સેવામાં ફરજ અદા કરી છે. ઓપન જીપમાં તેમની સવારી નીકાળી મોટી સંખ્યામાં ગ્રામજનોએ તેમનું સ્વાગત કર્યુ
 
આનંદ@જોટાણા: સેનામાંથી નિવૃત્ત જવાનનું ગામમાં દબદબાભેર સ્વાગત

અટલ સમાચાર, જોટાણા (મહેશ ઠાકોર)

જોટાણા તાલુકાના ગામે આર્મીમાં નિવૃત્ત થનાર જવાનનું રંગેચંગે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગામના નિવૃત્ત જવાન ગોપાળજી પ્રહલાજી ઠાકોરે 17 વર્ષ દેશની સેવામાં ફરજ અદા કરી છે. ઓપન જીપમાં તેમની સવારી નીકાળી મોટી સંખ્યામાં ગ્રામજનોએ તેમનું સ્વાગત કર્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આનંદ@જોટાણા: સેનામાંથી નિવૃત્ત જવાનનું ગામમાં દબદબાભેર સ્વાગત

મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના કટોસણ ગામના નિવૃત્ત જવાનનું સામૈયુ કરવામાં આવ્યુ હતુ. ગામના ગોપાળજી પ્રહલાજી ઠાકોર ભારતીય સેનામાં ગનમેનની ૧૭ વર્ષની ફરજ અદા કરી નિવૃત્ત થયા છે. આ પ્રસંગે ગામના સરપંચ ઉષાબા ઝાલા તેમજ કુટુંબીજનો સહિત આજુબાજુના ગ્રામજનો ઉમટી પડ્યા હતા. કટોસણ સ્ટેટના ધર્મપાલસિંહજી ઝાલાએ પણ નિવૃત્ત આર્મીમેનનું શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતુ.

આનંદ@જોટાણા: સેનામાંથી નિવૃત્ત જવાનનું ગામમાં દબદબાભેર સ્વાગત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આર્મીમેન ગોપાળજીને ખુલ્લી જીપમાં બેસાડી સામૈયુ કરી આખા ગામમાં ફેરવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તેમના ગણે કાનાભાનું ફાર્મ હાઉસ ઉપર (ગોઠવિયા પરિવાર) દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ચુંવાળ 84 રાજપૂત સમાજના પ્રમુખ ઇન્દ્રજીતસિહજી દિવાનસિહજી સોલંકી, જોટાણા તાલુકા પંચાયત પ્રમુખ જલુભા ઝાલા અને પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના સ્ટાફે પણ તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.