આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ખંભાતમાં કોરોના પોઝિટિવ દર્દીના અંતિમ સંસ્કાર વખતે સ્થાનિકોએ વિરોધ કરીને પોલીસ પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે. ખંભાતના મીરકોઈ વાડા વિસ્તારના 63 વર્ષીય પુરુષનું બે દિવસ પહેલા કોરોનાને કારણે મોત થયું હતું. મૃતકના સગા પણ ક્વૉરન્ટીન હોવાથી તેઓ અંતિમ સંસ્કાર કરી શક્યા ન હતા. અંતિમ સંસ્કાર માટે સૌપ્રથમ આણંદ ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહની પસંદગી કરવામાં આવી હતી. જોકે, આણંદ સ્મશાન ગૃહમાં ટેક્નિકલ ફોલ્ટ હોવાથી અગ્નિ સંસ્કાર વિદ્યાનગર સ્મશાન ગૃહમાં કરવાનું નક્કી થયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અંતિમવિધિ માટે વિદ્યાનગર સ્મશાન ગૃહની પસંદગી કરવામાં આવતા જ મૃતકને ત્યાં લઈ જતા સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો હતો. જે બાદમાં પોલીસ અને રહીશો વચ્ચે ઘર્ષણ થયું હતું. એટલું જ નહીં ખંભાતના મૃતક કોરોનાના દર્દીની અંતિમવિધિ માટે આવેલા ખંભાત પાલિકાના પ્રમુખની ગાડી પર પણ પથ્થરમારો થયો હતો.

હરિઓમ નગર ખાતે પોલીસ પર થયેલા હુમલામાં બે પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. આશરે એક હજાર જેટલા સ્થાનિક રહીશોનું ટોળું આવી પહોંચ્યું હતું. હુમલા બાદ પોલીસે લોકોને વીખેરવા માટે ટીયરગેસના સેલ છોડવા પડ્યાં હતાં. ગુજરાતમાં કોરોના વાયરસ પ્રચંડ ગતિએ ફેલાઇ રહ્યો છે ત્યારે લોકોમાં ડર ફેલાયો છે. આ જ કારણે રહેણાક વિસ્તારોમાં કોરોના સેન્ટરો તેમજ અંતિમ સંસ્કારનો પણ વિરોધ કરવામાં આવતા હોવાના બનાવો ધ્યાનમાં આવ્યા છે.

આ મામલે ખંભાત પાલિકાના જીતેન્દ્ર ડાભીએ જણાવ્યું હતું કે, “આ મૃતદેહ બે દિવસથી કરમસદ મેડિકલમાં પડ્યો હતો. તેમના વારસદારો પણ ક્વૉરન્ટીન છે. આણંદ કલેક્ટરની સૂચના બાદ અમે તેની ડેડબાડી લઈને પૂરતી વ્યવસ્થા સાથે અહીં પહોંચ્યા છીએ. આણંદ ખાતે ટેક્નિકલ ખામી આવતા હરિઓમ નગર ખાતે ડેડબોડી લઇને આવ્યા છીએ. અહીં રહીશોએ પીપીઈ કીટ પહેરેલા લોકોને જોતા તેમનામાં ડર પેસી ગયો હતો. આથી તેમણે અગ્નિ સંસ્કારનો વિરોધ કર્યો હતો.”

આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, “કોરોના પોઝિટિવ દર્દીના અંતિમ સંસ્કાર મામલે સ્થાનિકોમાં કોઈ અફવા ફેલાઈ હતી. આથી તે લોકોનો આગ્રહ હતો કે અહીં અંતિમ સંસ્કાર કરવામાં ન આવે. જે બાદમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન બે પોલીસકર્મીને ઈજા પહોંચી છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. આ કેસમાં હવે ધરપકડ શરૂ કરવામાં આવશે અને દોષિla સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.”

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code