આનંદ@વિદ્યાર્થીઃ અંતરીયાળ શાળાના બાળકોને મુંબઈનો વિમાન પ્રવાસ કરાવ્યો

અટલ સમાચાર, પાલનપુર વિનય વિદ્યા મંદિર ખોડા, તા. કાંકરેજ ગ્રાન્ટેડ શાળા દ્વારા તા- 18 થી 21 નવેમ્બર સુધી મુંબઈના વિમાન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો હેતુ સપનાઓનાં શહેર મુંબઈ દર્શન કરાવવાનો તથા મનોરંજન માટે ઇમેજીકા થીમ પાર્ક બતાવવાની સાથે મુસાફરીના શ્રેષ્ઠ સાધનોની સવારી કરાવવાનો હતો. ખોડાથી અમદાવાદ એસ.ટી બસ દ્વારા પહોચાયુ હતું. ત્યાંથી
 
આનંદ@વિદ્યાર્થીઃ અંતરીયાળ શાળાના બાળકોને મુંબઈનો વિમાન પ્રવાસ કરાવ્યો

અટલ સમાચાર, પાલનપુર

વિનય વિદ્યા મંદિર ખોડા, તા. કાંકરેજ ગ્રાન્ટેડ શાળા દ્વારા તા- 18 થી 21 નવેમ્બર સુધી મુંબઈના વિમાન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો હેતુ સપનાઓનાં શહેર મુંબઈ દર્શન કરાવવાનો તથા મનોરંજન માટે ઇમેજીકા થીમ પાર્ક બતાવવાની સાથે મુસાફરીના શ્રેષ્ઠ સાધનોની સવારી કરાવવાનો હતો. ખોડાથી અમદાવાદ એસ.ટી બસ દ્વારા પહોચાયુ હતું. ત્યાંથી ઇન્ડીગો વિમાનમાં મુંબઈ પહોંચ્યા હતા.

આનંદ@વિદ્યાર્થીઃ અંતરીયાળ શાળાના બાળકોને મુંબઈનો વિમાન પ્રવાસ કરાવ્યો

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો

મુંબઈ દર્શન કરવા તથા ઇમેજીકા જવા માટે એ.સી.વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. મુંબઈમાં બાળકોને મેટ્રો ટ્રેનની મુસાફરી પણ કરાવવામાં આવી હતી. રાત્રી રોકાણ હોટેલમાં કરાયું હતું. જેમાં 4 બાળકો વચ્ચે 1 સ્પેશ્યલ રૂમ અપાયા હતા. જેમાં એ.સી, ટી.વી. અને ફ્રી વાઇફાઇની સગવડ અપાયી હતી. મુંબઈથી અમદાવાદ હમસફર 3 ટાયર એ.સી. ટ્રેનમાં પરત આવ્યા હતા.

આનંદ@વિદ્યાર્થીઃ અંતરીયાળ શાળાના બાળકોને મુંબઈનો વિમાન પ્રવાસ કરાવ્યો

અમદાવાદથી ખોડા એસ.ટી બસમાં આવ્યા હતા. આમ પ્લેન, એ.સી. ટ્રેન, મેટ્રો બસ અને વોલ્વો એ.સી.બસ જેવી શ્રેષ્ઠ મુસાફરી કરવાનાં સપના એકસાથે પુરા થાય તેવું આયોજન વિનય વિધા મંદિર ખોડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં કુલ શિક્ષકો સાથે 58 જણા જોડાયા હતા. બનાસકાંઠાના કાંકરેજ જેવા ગ્રામીણ અને અંતરીયાળ વિસ્તારના બાળકોના સપના અધૂરા ના રહી જાય અને એમના વિચારોને નવી દિશા મળે એ હેતુથી શાળા પરિવાર દ્વારા આ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ શાળાના શિક્ષક રણજીસિંહ રાજપૂતે અખબારી યાદીમાં જણાવ્યું છે.