આનંદ@આરોગ્યઃ ડાયાબિટીઝનો ટેસ્ટ હવે આંસુથી થઈ શકશે

અટલ સમાચાર, ડેસ્ક ડાયાબિટીસના દર્દીઓએ સતત તેમના બ્લડ સુગરનું લેવલ તપાસવું પડે છે. આના માટે પેશાબ અથવા લોહીના નમૂના લેવામાં આવે છે. ઘરે બ્લડ સુગર લેવલ તપાસવા માટે ગ્લુકોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, હવે કૉન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરીને બ્લડ સુગર લેવલ ઓળખી શકાય છે. દક્ષિણ કોરિયાની પોહંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધકોએ
 
આનંદ@આરોગ્યઃ ડાયાબિટીઝનો ટેસ્ટ હવે આંસુથી થઈ શકશે

અટલ સમાચાર, ડેસ્ક

ડાયાબિટીસના દર્દીઓએ સતત તેમના બ્લડ સુગરનું લેવલ તપાસવું પડે છે. આના માટે પેશાબ અથવા લોહીના નમૂના લેવામાં આવે છે. ઘરે બ્લડ સુગર લેવલ તપાસવા માટે ગ્લુકોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, હવે કૉન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરીને બ્લડ સુગર લેવલ ઓળખી શકાય છે. દક્ષિણ કોરિયાની પોહંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધકોએ ડાયાબિટીઝના દર્દીઓ માટે ખાસ સ્માર્ટ કોન્ટેક્ટ લેન્સ બનાવ્યો છે. આ લેન્સની તપાસથી બ્લડ-શુગરની માત્રા તપાસ કરી શકાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોહીમાં શર્કરાના સ્તરને ચકાસવા માટે ગ્લુકોમીટર દ્વારા લોહીના નમૂનાની આવશ્યકતા હોય છે. જોકે, સ્માર્ટ કૉન્ટેક્ટ લેન્સને લોહીના નમૂનાની જરૂર હોતી નથી. માત્ર સ્માર્ટ બ્લડ કોન્ટેક્ટ લેન્સમાં રહેલા આંસુના અવશેષોને તપાસીને પણ ડાયાબિટીઝનું લેવલ જાણી શકાય છે તેવો વૈજ્ઞાનિકોનો દાવો છે. આ સ્માર્ટ કૉન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ડાયાબિટીક રેટિનોપેથી પર કરવામાં આવ્યો હતો. એક મહિનાના પરીક્ષણ પછી તપાસમાં સસલાની આંખની સમસ્યા ઓછી દેખાઈ. ટૂંક સમયમાં આ કૉન્ટેક્ટ લેન્સનો ઉપયોગ માણસો પર કરવામાં આવશે.