આનંદો@ગુજરાત: અખાત્રીજે વાવણીની શરૂઆત, સરકારનો કેનાલોમાં પાણી છોડવા નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આજે અખાત્રીજથી ખેડૂતો પોતાના ખેતરોમાં નવી વાવણી કરી પોતાના હળ અને ખેતરની પૂજા કરી નવા વર્ષની વાવણીની શરૂઆત કરે છે. આ તરફ આજે રાજ્ય સરકારે દ્વારા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે તબક્કા વાર પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો
 
આનંદો@ગુજરાત: અખાત્રીજે વાવણીની શરૂઆત, સરકારનો કેનાલોમાં પાણી છોડવા નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજે અખાત્રીજથી ખેડૂતો પોતાના ખેતરોમાં નવી વાવણી કરી પોતાના હળ અને ખેતરની પૂજા કરી નવા વર્ષની વાવણીની શરૂઆત કરે છે. આ તરફ આજે રાજ્ય સરકારે દ્વારા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે તબક્કા વાર પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો અને પશુપાલકો માટે પાણી છોડાશે ઉપરાંત તળાવો નાની નદીઓ ભરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરદાર સરોવર નર્મદા ડેમમાં તેની સ્પીલની ઊંચાઈ કરતાં પણ વધારે પાણી છે.ચોમાસાની સીઝનને હજુ વાર છે પરંતુ અત્યારે પણ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 124 મીટર છે.જેના કારણે ગુજરાત સરકારે નર્મદા ડેમનું પાણી અલગ અલગ વિસ્તારમાં આપવાનો નિર્ણય કર્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે 2000 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં 8000 ક્યુસેક પાણીની આવક છે જ્યારે ડેમ માંથી ગુજરાતના ખેડૂતો માટે મુખ્ય કેનાલ માંથી અત્યારે 15,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.જેમાં હજુ વધારો કરવામાં આવે એવા એંધાણ છે.બીજી તરફ નર્મદા નદીના મુખ્ય વહેણને જીવંત રાખવા માટે 627 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાત સરકાર નર્મદા કેનાલ, ફતેવાડી કેનાલ, સુજલામ સુફલામ નેટવર્ક, ખાલીકટ કેનાલ અને સૌની યોજના નેટવર્કના માધ્યમથી અખા ત્રીજથી 30 મી જૂન સુધી ગુજરાતના ખેડૂતોને તબક્કા વાર સિંચાઈ માટે પાણી પુરૂ પાડશે. ઉનાળો ચાલુ થાય ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઉભી થતાં આ નિર્ણય લેવાયો છે.