આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુજરાતને મોટી ભેટ આપી છે, જેને લઈ ગુજરાતીઓમાં ખુશી જોવા મળી રહી છે. હવે ગુજરાતમાંથી દિલ્હી અને મુંબઈ જવુ સહેલું બનશે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરતા જણવ્યું છે કે કે ગુજરાતના ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે 20 ઓગસ્ટથી પ્રથમ વખત દૈનિક ફ્લાઈટનું સંચાલન થશે. ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોના દરેક ખુણાને એર સર્વિસ સાથે જોડવાના પ્રસાય થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં હવે ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

દેશના નાગરિય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે ટ્વીટરના માધ્યમથી જણાવ્યું હતું કે નવી દિલ્હીથી ભાવનગર વચ્ચે 20 ઓગસ્ટથી પ્રથમ વખત દૈનિક ફ્લાઈટનપં સંચાલન શરૂ થશે. સાથે જ મુંબઈ-ભાવનગર વચ્ચે ફ્લાઈટ પણ 20 ઓગસ્ટથી શરૂ થશે.વધુમાં જ્યોતિરાદિત્યએ જણાવ્યું કે તેનાથી ભાવનગરના નાગરિકો માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે મુસાફરી કરવી સરળ બનશે પરતું તેમના દ્વારા એ સુનિશ્ચિત નથી કર્યું કે આ માર્ગ પર કઇ કંપની ફ્લાઈટનું સંચાલન કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને દેશના દરેક ખૂણાને એર સર્વિસ સાથે જોડવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એક અન્ય ટ્વીટમાં સિંધિયાએ જણાવ્યું કે મધ્ય પ્રદેશના જબલપુરથી દૈનિક આઠ નવી ફ્લાઈટ શરૂ થશે. આ નવી ફ્લાઈટ મુંબઈ-જબલપુર-મુંબઈ, દિલ્હી-જબલપુર-દિલ્હી, ઇન્દોર-જબલપુર-ઇન્દોર અને હૈદરાબાદ-જબલપુર-હૈદરાબાદની થશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code