આનંદો@ગુજરાત: સપ્ટેમ્બર મહિનામાં રેકોર્ડબ્રેક વરસાદથી પાણીનું સંકટ ટળ્યું, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાત પરથી શાહીન વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. હાલ દ્વારકાથી 50 કિમી દરિયામાં દૂર ડિપ્રેશન છે. જે આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. પરંતુ ગુલાબ બાદ શાહીન વાવાઝોડાને કારણે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામા રેકોર્ડબ્રેક વરસાદનોંધાયો છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 28 દિવસમાં જ 16 ઈંચ, એટલે કે,
 
આનંદો@ગુજરાત: સપ્ટેમ્બર મહિનામાં રેકોર્ડબ્રેક વરસાદથી પાણીનું સંકટ ટળ્યું, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત પરથી શાહીન વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. હાલ દ્વારકાથી 50 કિમી દરિયામાં દૂર ડિપ્રેશન છે. જે આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. પરંતુ ગુલાબ બાદ શાહીન વાવાઝોડાને કારણે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામા રેકોર્ડબ્રેક વરસાદનોંધાયો છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 28 દિવસમાં જ 16 ઈંચ, એટલે કે, 52 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા દસ વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં વરસેલા વરસાદના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં મોટા ભાગે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સીઝનનો અંદાજે 60 થી 70 ટકા વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વખતે આ બંને મહિનામાં ઘણો ઓછો વરસાદ થયો છે. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર મહિનો ગુજરાતને ફળ્યો છે. ગત મહિનાઓની ઓછા વરસાદની જે ચિંતા અને ઘટ હતી, તે સપ્ટેમ્બરમાં દૂર થઈ છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 28 દિવસમાં જ 16 ઈંચ, એટલે કે, 52 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ગુજરાતના 70 થી વધુ તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. તેથી હવે આગામી ઉનાળો કાઢવો ગુજરાત માટે આકરો નહિ પડે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ જેટલો નોંધાયો છે. તો અમરેલીના લીલીયા અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પોણા છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ભરૂચના ભરૂચ તાલુકામાં સવા પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો ગુજરાતમાં આજે સવારે 6:00 થી 8:00 સુધીમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો દેવભૂમિ દ્વારકાના જ ખંભાળિયામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.