આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા ખાતે પ્રભારી મંત્રી વિભાવરીબેન દવે અને વરેઠા ખાતે વાસણભાઇ આહિર ઉપસ્થિત રહેશે

કોરોના મહામારી વચ્ચે આવતીકાલે રેલ્વે સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગરથી વરેઠા મેમુ ટ્રેનની શરૂઆત પ્રધાનમંત્રી વર્ચુયઅલ માધ્યમથી કરાવનાર છે. દેશના પ્રધાનમંત્રી દ્વારા 16 જુલાઇ શુક્રવારના રોજ દિલ્લીથી વર્ચ્યુઅલ રેલગાડીનો ગાંધીનગરથી વરેઠા સાંજે 04:00 કલાકે પ્રારંભ કરાવનાર છે. જે રેલગાડી ગાંધીનગર જિલ્લાના ત્રણ સ્ટેશનો હોલ્ટ કરી મહેસાણા જિલ્લામાં ઝુલાસણ ખાતે સાંજે 17:29 કલાકે પ્રવેશ કરનાર છે. આ રેલગાડી જિલ્લાના ઝુલાસણ ખાતે 01 મિનિટ, ડાંગરવા 01 મિનિટ, આંબલીયાસણ 02 મિનિટ, જગુદણ 02 મિનિટ, મહેસાણા શહેર 05 મિનિટ, રંડાલા 02 મિનિટ, પુદગામ-ગણેશપુરા 02 મિનિટ, વિસનગર શહેર 02 મિનિટ, ગુંજા 02 મિનિટ, વડનગર શહેર 07 મિનિટ, ખેરાલું શહેર 02 મિનિટ અને વરેઠા ખાતે રેલગાડીનું છેલ્લું સ્ટોપેજ આપેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્લીથી વર્ચ્યુઅલ માધ્યમથી દેશના પ્રધાનમંત્રી ગાંધીનગરથી ટ્રેનને સાંજે 04:30કલાકે પ્રસ્થાન કરાવનાર છે. જે આદરજ મોટી, કલોલ થઇ મહેસાણા જિલ્લાના ઝુલાસણ ખાતે 17:29 કલાકે પ્રવેશ કરશે. ત્યાર બાદ ડાંગરવા 17:37 મિનિટે, આંબલીયાસણ 17:46 મિનિટે, જગુદણ 17:56 મિનિટે, મહેસાણા 18:25 મિનિટે, રંડાલા 18:42 મિનિટે, પુદગામ-ગણેશપુરા 18:49 મિનિટે, વિસનગર 18:59 મિનિટે, ગુંજા 19:09 મિનિટે, વડનગર 19:36 મિનિટે, ખેરાલું 19:48 મિનિટે તેમજ વરેઠા 20:20 મિનિટે રેલગાડી આવનાર છે.

આ રેલગાડીના8 કોચમાં યાત્રિકોની મુસાફરી આનંદદાયક બની રહે તે માટે મનોરંજની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં જેમાં કોચ નં-01 થી 03 માં રંગલા-રંગલીનો કાર્યક્રમ અને ભજન ગીતો, કોચ નં.04 થી 06માં બહુરૂપી મજરાનો કાર્યક્ર્મ અને કોચ નં.07 થી 08માં હાસ્ય કલાકાર દ્વારા રમુજ કાર્યક્રમ અને લોકસંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. મહેસાણા, વિસનગર, વડનગર અને વરેઠા ખાતે રેલગાડીના સન્માનનો કાર્યક્રમ યોજાવાનો છે. આ ઉપરાંત જિલ્લાના તમામ 12 સ્ટેશનો પર રેલગાડીનું સ્વાગત થનાર છે. મહેસાણા ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી વિભાવરીબેન દવે અને વરેઠા ખાતે મંત્રી વાસણભાઇ આહિર ઉપસ્થિત રહેનાર છે.

આ મેમુ ટ્રેનમાં 8 કોચ અને દરેક કોચમાં 72 યાત્રિકોની વ્યવસ્થા છે.દરેક કોચમાં યાત્રિકો મુસાફરી કરનાર છે.આ રેલગાડીના શુભારંભ સમયે સાધુ સંતો, શિક્ષકો, બાળકો, સ્વામી વિવેકાનંદ યુવક મંડળના યુવકો, એન.સી.સી કેડેટ, એન.એસ.એસના વિધાર્થીઓ,પદાધિકારીઓ મુસાફરી કરનાર છે. મહેસાણા જિલ્લાના તમામ 12 સ્ટેશનો ખાતે સ્વાગત સહિત આનુંષંગિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક સ્ટેશન પર બાળકો દ્વારા ઝંડી આપી ટ્રેનનું અભિવાદન અને ફુલવર્ષા કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના નક્કી કરાયેલ ચાર સ્ટેશનો પર સ્વાગત કાર્યક્રમમાં, સ્કુલ બેન્ડ, શંખનાદ, પૂજા, આરતી, ઢોલ સહિત વાંજીત્રો સાથે ટ્રેનનું સ્વાગત કરાશે. આ ઉપરાંત ટ્રેનના કોચમાં પોલીસ બેન્ડ દ્વારા પણ સુરાવલી વહેડાવવામાં આવનાર છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code