આનંદો@પાટણ: પ્રશિક્ષણ કેન્દ્રમાં શરૂ થશે બેડમિન્ટન એકેડેમી, ખેલાડીઓ માટે એડમિશન શરૂ થશે

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોના મહામારી વચ્ચે પાટણમાં રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે બેડમિન્ટન એકેડેમી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તાલીમ માટે અંડર-17 ખેલાડીઓને પ્રવેશ પ્રક્રિયા પણ આગામી સોમવારે શરૂ થઇ રહી છે. જેમાં પાટણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાસે બેડમિન્ટન એકેડેમી શરૂ થતાં વર્ષ 2005 પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઇ શકશે. આ સાથે જરૂરી
 
આનંદો@પાટણ: પ્રશિક્ષણ કેન્દ્રમાં શરૂ થશે બેડમિન્ટન એકેડેમી, ખેલાડીઓ માટે એડમિશન શરૂ થશે

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોના મહામારી વચ્ચે પાટણમાં રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે બેડમિન્ટન એકેડેમી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તાલીમ માટે અંડર-17 ખેલાડીઓને પ્રવેશ પ્રક્રિયા પણ આગામી સોમવારે શરૂ થઇ રહી છે. જેમાં પાટણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાસે બેડમિન્ટન એકેડેમી શરૂ થતાં વર્ષ 2005 પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઇ શકશે. આ સાથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે સ્વખર્ચે જીલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહેવા જણાવાયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પોર્ટ્સ ઑથરીટી ઑફ ગુજરાત હસ્તકના પાટણ ખાતે આવેલા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે બેડમિન્ટન એકેડેમી શરૂ કરવામાં આવશે. જેમાં તાલીમ માટે અંડર-17 ખેલાડીઓની પ્રવેશ પ્રક્રિયા આગામી તા.29 સપ્ટેમ્બરના રોજ સવારે 09 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. સ્વામી વિવેકાનંદ નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર યોજના વર્ષ 2021-22 અંતર્ગત અંડર-17 યુવાનઓ અને યુવતીઓ માટે પાટણ સ્પોર્ટ્સ કોમ્પેલેક્ષ ખાતે બેડમિન્ટન એકેડેમી શરૂ કરવામાં આવનાર છે. જેમાં તા.01/01/2005 પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા ખેલાડીઓએ જન્મ તારીખના પુરાવા, પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ્સ, સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય તેના પ્રમાણપત્રો તથા આધારકાર્ડ સાથે સ્વખર્ચે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે તા.27 સપ્ટેમ્બરના રોજ સવારે 09 વાગ્યે ઉપસ્થિત થવાનું રહેશે. પસંદગી માટે ઉપસ્થિત રહેનાર ખેલાડીઓએ જે તે રમતને અનુરૂપ સાધનો તથા સ્પોર્ટ્સ કિટ સાથે આવવાનું રહેશે. આ અંગે વધુ જાણકારી માટે કચેરીના ટેલિફોન નંબર 02766 222145 કે 02766 296145 પર સવારના 11 કલાકથી સાંજના 06 કલાક સુધી સંપર્ક કરી શકાશે.