ધનસુરાના ભેંસાવાડા ગામે આંજણા ચૌધરી સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાયો

અટલ સમાચાર,ઇડર ધનસુરા તાલુકાનાના ભેંસાવાડા ગામ પાસે ગત ૧૦ ફેબ્રુઆરીએ આંજણા ચૌધરી સમાજ નો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. આ સમુહલગ્નોત્સવમાં ૧૬ યુગલોએ દામ્પત્ય જીવનની શરૂઆત કરી હતી. અરવલ્લી આંજણા ફાઉન્ડેશન દ્વારા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહલગ્નોત્સવ થી સમાજને ગણા ફાયદા થાય છે. સમૂહલગ્નોત્સવની ખાસ બાબતો સમુહલગ્નોત્સવમાં આરોગ્યની ટીમ મુકવામાં આવી હતી. બાળકોને સુવા માટે ઘોડીયાઘરની
 
ધનસુરાના ભેંસાવાડા ગામે આંજણા ચૌધરી સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાયો

અટલ સમાચાર,ઇડર

ધનસુરા તાલુકાનાના ભેંસાવાડા ગામ પાસે ગત ૧૦ ફેબ્રુઆરીએ આંજણા ચૌધરી સમાજ નો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. આ સમુહલગ્નોત્સવમાં ૧૬ યુગલોએ દામ્પત્ય જીવનની શરૂઆત કરી હતી. અરવલ્લી આંજણા ફાઉન્ડેશન દ્વારા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમૂહલગ્નોત્સવ થી સમાજને ગણા ફાયદા થાય છે. સમૂહલગ્નોત્સવની ખાસ બાબતો સમુહલગ્નોત્સવમાં આરોગ્યની ટીમ મુકવામાં આવી હતી. બાળકોને સુવા માટે ઘોડીયાઘરની વ્યવસ્થા કરાઈ હતી. વૃદ્ધો માટે વ્હીલચે ની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમુહલગ્નમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે સીસીટીવી માટે રૂમ પણ બનાવવામાં આવ્યો હતો આ સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે ફાયર ફાઈટરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમૂહલગ્નોત્સવમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. સાથે સમાજના વડીલો પણ હાજર રહ્યા હતા. સમગ્ર સમુહલગ્નોત્સવનું આયોજન અરવલ્લી આંજણા ફાઉન્ડેશન દ્વારા કરાયુ હતું.