આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સીંગતેલમા તબક્કવાદ 15 દિવસમાં 100 રૂપિયાનાં વધારા પછી રૂ.40 નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથીગૃહિણીઓએ હજુપણ રૂ.60નો ભાવ વધારો સહન કરવો પડે છે. સિંગતેલ ડબ્બાનો ભાવ રૂ. 1900ની નજીક ગયો હતો.

મહત્વનું છે કે બજારમાં સોમવારે લેવાલી નહીં હોવાથી સિંગતેલ લૂઝના ભાવ રૂ. 1050 બોલાયો હતો. જ્યારે ગત સપ્તાહે સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1100થી વધી ગયો હતો. જેમાં નજીવા ટેન્કરના કામકાજ નોંધાયા હતા.

નાફેડ મગફળી રિલીઝ નહીં કરતી હોવાથી જે તે સમયે બજારમાં મગફળીની અછત નોંધાઈ હતી. જેને કારણે સિંગતેલના ભાવ ઊંચા ગયા હતા. હાલ બજારમાં લેવાલી નહીં હોવાથી મગફળીના ભાવ નીચા ગયા છે. ભાવ ઘટ્યા બાદ સિંગતેલનો ડબ્બો રૂપિયા 1840-1850 આજુબાજુમાં છે

સિંગતેલનાં ભાવમાં 2 દિવસમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે. 15 દિવસમાં 100 રૂપિયાનાં વધારા પછી ભાવ ઘટાડો થયો હતો. સિંગતેલ ડબ્બાનો ભાવ રૂ. 1900ની નજીક ગયો હતો. શનિવારે લેવાલીના અભાવે સિંગતેલમાં રૂ. 20નો ઘટાડો થયો હતો ત્યારે ફરી વખત રૂ. 20નો ઘટાડો થયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code