khedbrahama school
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા શહેરની શ્રી કચ્છ પાટીદાર કન્યા વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમ તુલસીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાયૅક્રમની શરૂઆત દિપ પ્રાગટય વિધી દ્વારા કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પ ગુચ્છ આપી સન્માન કર્યું હતું.

આચાર્યા જસ્મીનાબેન પ્રજાપતિએ શાબ્દિક સ્વાગત દ્વારા મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. રંગારંગ કાર્યક્રમ ધોરણ 1 થી 8ના બાળકો દ્વારા કરવામાં આવ્યો હતો. બાળકોમા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેનું પ્લેટફોર્મ પુરું પાડવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.

આ રંગારંગ કાર્યક્રમમાં કકપા કેળવણી મંડળના પ્રમુખ મણીભાઈ પટેલ, જ્યોતિ હાઇરકૂલના આચાર્ય સુરેશભાઈ પટેલ, ટ્રસ્ટી મંડળ તથા વાલી માતા-પિતા તથા ખેડબ્રહ્મા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code