ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ડીપ્લોમા સ્ટડીઝનો વાર્ષિકોત્સવ ઉજવાયો

અટલ સમાચાર, મહેસાણા ગણપત યુનિવર્સીટી સ્થિત બી.એસ.પટેલ પોલીટેકનિક અને ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના સંયુક્ત ઉપક્રમે ફેકલ્ટી ઓફ ડીપ્લોમાં સ્ટડીઝનો 21મો વાર્ષિકોત્સવ ખુબ જ ઉમંગ અને ઉત્સાહભેર યોજાઇ ગયો. જેમાં ડીપ્લોમા ફેકલ્ટીની વિવિધ ઇજનેરી શાખાઓના 90 જેટલા વિદ્યાર્થીઓએ સોલો ડાન્સ, ગ્રુપડાન્સ, દેશભક્તિ થીમ આધારિત ડાન્સ, ટીમલી, બોલીવૂડ, રેપ, રેમ્પવોક, તલવાર રાસ વગેરે જેવા વિવિધ 29 જેટલા ધમાકેદાર
 
ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ડીપ્લોમા સ્ટડીઝનો વાર્ષિકોત્સવ  ઉજવાયો

અટલ સમાચાર, મહેસાણા

ગણપત યુનિવર્સીટી સ્થિત બી.એસ.પટેલ પોલીટેકનિક અને ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના સંયુક્ત ઉપક્રમે ફેકલ્ટી ઓફ ડીપ્લોમાં સ્ટડીઝનો 21મો વાર્ષિકોત્સવ ખુબ જ ઉમંગ અને ઉત્સાહભેર યોજાઇ ગયો. જેમાં ડીપ્લોમા ફેકલ્ટીની વિવિધ ઇજનેરી શાખાઓના 90 જેટલા વિદ્યાર્થીઓએ સોલો ડાન્સ, ગ્રુપડાન્સ, દેશભક્તિ થીમ આધારિત ડાન્સ, ટીમલી, બોલીવૂડ, રેપ, રેમ્પવોક, તલવાર રાસ વગેરે જેવા વિવિધ 29 જેટલા ધમાકેદાર પરફોર્મન્સ રજૂ કર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સમગ્ર સ્ટેજ કાર્યક્રમનું આયોજન અને સંચાલન અંગ્રેજી વ્યાખ્યાતા ડો.વિક્રમ પટેલ અને તેમની ટીમે સંભાળ્યું હતું. આ વર્ષે વિદ્યાર્થીઓ દ્રારાસ્વયંમ-નિર્મિત અને સ્વયંમ-સંચાલિત ફેકલ્ટી ઓફ ડિપ્લોમા સ્ટડીઝનું ઓફિસીયલ અલાયદું મ્યુઝિકલ બેન્ડ કેકાર બીટ્સ કોલેજનાપ્રિન્સીપાલના વરદ હસ્તે લોન્ચ કરવામાં આવ્યુ હતું. કોલેજના તમામ સ્ટાફમિત્રો અને વિદ્યાર્થી સ્વયંમ સેવકોની વિવિધ 10 જેટલી કમિટીઓના અથાક મહેનત અને જહેમનતથી કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો. હાજર સૌએ કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો.