આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

જૈન તીર્થ શંખેશ્વરની વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અને વિદ્યાભારતી ટ્રસ્ટ શંખેશ્વર સંચાલિત સરસ્વતી શિશુમંદિરનો વાર્ષિકોત્સવ ‘અરિહંત’ યોજાયો હતો. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાના ભાગ રૂપે બાળકો દ્વારા તૈયાર કરેલ નાટક, ગીતો,વેશભૂષા, રાસગરબા તથા સંતકથા જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતના ભવ્ય ઇતિહાસથી લઈ લોક સંસ્કૃતિ અને વર્તમાન સમયની સમસ્યા, જીવદયા, પ્રકૃતિ પ્રેમ,વ્યસનમુક્તિ જેવા વિષયોની ઝાંખી કરાવવામાં આવી હતી. બાળકોના અભિનયથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત દર્શકો ઝૂમી ઉઠયા હતા. ઉચ્ચકારકિર્દી પ્રાપ્ત કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ બદલ જાણીતા સાહિત્યકાર, શિક્ષક ભગવતદાન ગઢવીને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શિક્ષણ પ્રેમી નીતાબેન દોશી, ચંદ્રિકાબેન દોશી,શુશીલાબેન દલાલ, જુગલજી લોખંડવાળા, ભરતભાઇ શાહ સહિત દાતાઓ, વાલીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શિશુમંદિરના આચાર્યો અને ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી. ભવ્ય કાર્યક્રમ અરિહંતનું સંચાલન ભગવતદાન ગઢવીએ કર્યું હતું.

29 Sep 2020, 6:40 AM (GMT)

COVID-19 Global Stats

33,556,424 Total Cases
1,006,458 Death Cases
24,881,607 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code